Not Set/ દારૂ પર દંગલ : ગેહલોતની રૂપાણીને સલાહ, દારૂ મુદ્દે પાડોશી રાજ્યો સાથે ચર્ચા કરી એક્શન પ્લાન બનાવે

રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતના દારૂબંધી અંગેના નિવેદન બાદ દારૂ પર ગુજરાતમાં નિવેદનનું દંગલ મચ્યુચે. એક પછી એક નેતાની વિવાદિત ટિપ્પણીઓ આવી રહી છે. સોશિયલ મીડિયા પણ ગુજરા દારૂબંધીની પોલ લોકો ખોલી રહ્યા છે. ત્યારે ફરી એકવાર અશોક ગહલોતે દારૂબંધીને લઈને ગુજરાત રાજીના મુખ્યમંત્રીને સલહ આપતું નિવેદન  આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં દારૂ તેના […]

Top Stories India
ashok gehlot rupani દારૂ પર દંગલ : ગેહલોતની રૂપાણીને સલાહ, દારૂ મુદ્દે પાડોશી રાજ્યો સાથે ચર્ચા કરી એક્શન પ્લાન બનાવે

રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતના દારૂબંધી અંગેના નિવેદન બાદ દારૂ પર ગુજરાતમાં નિવેદનનું દંગલ મચ્યુચે. એક પછી એક નેતાની વિવાદિત ટિપ્પણીઓ આવી રહી છે. સોશિયલ મીડિયા પણ ગુજરા દારૂબંધીની પોલ લોકો ખોલી રહ્યા છે. ત્યારે ફરી એકવાર અશોક ગહલોતે દારૂબંધીને લઈને ગુજરાત રાજીના મુખ્યમંત્રીને સલહ આપતું નિવેદન  આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં દારૂ તેના પાડોશી રાજ્યોમાં થી જ આવે છે તો, ગુજરાતે પાડોશી રાજ્યો સાથે બેસી ને દારૂબંધી બંધી અંગે ચર્ચા કરવી જોઇયે.

પંજાબમાં રાજ્યએ જે રીતે એક્શન પ્લાન બનાવીને પાડોશી રાજ્યોમથી આવતી ડ્રગની હેરફેરીને રોકી છે તે રીતે ગુજરાતે પણ પાડોશી રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, વિગેરે સાથે બેસીને દારૂ અંગે એક્શન પ્લાન ઘડવો જોઇયે.  જો કે રૂપાણીએ ક્યારેય ગુજરાતની દારૂબંધી ને લઈને મારી સાથે ચર્ચા કરી નથી.

આ પણ વાંચો અશોક ગહેલોતનાં નિવેદન મુદ્દે CM રૂપાણીની પ્રતિક્રિયા, કોંગ્રેસે ગુજરાતીઓને દારૂડિયા કહ્યા છે

દારૂબંધી મુદ્દે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતએ કહ્યું છે કે, હું વ્યક્તિગત રૂપે દારૂબંધીનું સમર્થન કરું છું, એક વખત તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો અને પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો. આઝાદી પછી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ  ગુજરાતમાં દારૂનો વપરાશ સૌથી વધુ છે, ઘરે- ઘરે દારૂ પીવાય છે. આજ મહાત્મા ગાંધીના ગુજરાતની પરિસ્થિતી છે. કોઈ ઠોસ નિર્ણય લેવામાં ના આવે ત્યાં સુધી માત્ર કાગળ પર દારૂબંધીનો કોઈ જ મતલબ નથી.

ત્યાર બાદ ગુજરાત ના મુખ્યમંત્રી મેદાને આવ્યા હતા અને તેમણે ગેહલોત ને આ અંગે ગુજરાતની માફી માંગવા જણાવ્યુ હતું. પરંતુ ત્યાર બાદ એક પછી એક નેતાઓ રૂપની ના નિવેદન અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને માત્ર કાગળ પર કહવટી દરીબંધીની પોલ એક પછી એક ખોલી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવેદન બાદ ગુજરાત રાજ્ય કોંગ્રેસ ના પ્રવકતા મનીષ દોશીએ આ અંગે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળે છે. વારંવાર પોલીસ દ્વારા અને વિવિધ એજન્સીયો દ્વારા રેડ પડી ને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવાની ઘટના સામે આવે જ છે. અને તેનો નાશ પણ કરવામાં આવે છે. તેમણે મુખ્યમંત્રીના નિવેદન અંગે આકરા પ્રહારો કરતાં કહ્યુહતું કે, ગુજરાતમાં દારૂબંધી ની વાતો માત્ર કોરા કાગળ પર છે. સરકારે  આ અંગે હકારાત્મક વલણ અપનાવવું જોઇયે. અને પોતાના વિભાગો પર ધ્યાન આપવું જોઇયે.

આ પણ વાંચો : દારૂબંધી પર દંગલ : રાજસ્થાન-ગુજરાત આમને-સામને, તું તું – મેં મેં નું ઘોડાપૂર 

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધી મામલે આક્રમક પ્રતિક્રિયા આપી છે. શંકરસિંહએ ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રાજયનાં મુખ્યમંત્રી અને રાજ્યપાલનાં બંગલાની પાછળ જ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે, ત્યારે સરકાર ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો ના કરે તો સારું. શંકરસિંહે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં 70 ટકા લોકો નોનવેજ ખાય છે અને દારૂ પણ પીવે છે. તો ગુજરાતમાં દારૂબંધી કેવી રીતે હોઈ શકે?

આ પણ વાંચો ગુજરાતનાં CM-રાજ્યપાલનાં બંગલા પાછળ જ ધમધમે છે દારૂની ભઠ્ઠીઓ, સરકાર દારૂબંધી છે તેવી વાતો ના કરે તો સારું : શંકરસિંહ

સોશિયલ મિડીયામાં તો ત્યાં સુધી લોકોએ કહ્યું છે કે, ભાજપે ગુજરાતમાં માત્રને માત્ર દારૂ વેચવા અને પીવામાં જ વિકાસ કર્યો છે. ગુજરાતનો વિકાસ હવે દારૂડીયો થયો છે. રૂપાણી જાહેરમાં સામે આવી કહી દે કે ગુજરાતમાંથી દારૂની બોટલ પકડાશે તો હું પુરા કેબિનેટ મંત્રીઓ સાથે આત્મ વિલોપન કરીશ તો હમણાં જ દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

આ પણ વાંચોદારૂ પર દંગલ : અશોક ગેહલોતે કહ્યું : “ગુજરાતમાં દારૂ ન મળે તો હું રાજકારણ છોડી દઇશ”, તો શું રૂપાણી કહી શકશે કે “ગુજરાતમાં દારૂ મળશે તો હું રાજકારણ છોડી દઇશ” 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.