grief/ અહેમદ પટેલના નિધન પર હિતુ કનોડિયાએ વ્યક્ત કરી દુખની લાગણી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધન પર ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ દુઃખ વ્યક્ત કર્યુ. તેમણે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, મારા પિતાએ પણ કોરોના સામે લડત આપી જીવ ગુમાવ્યો છે.

Gujarat Others
a 211 અહેમદ પટેલના નિધન પર હિતુ કનોડિયાએ વ્યક્ત કરી દુખની લાગણી

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું આજે વહેલી સવારે નિધન થતાં રાજકારણમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત કોંગ્રેસના નેતાઓ તો તેમને યાદ કરીને રડી પડ્યા હતા. ત્યારે આવામાં  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધન પર ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ દુઃખ વ્યક્ત કર્યુ. તેમણે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, મારા પિતાએ પણ કોરોના સામે લડત આપી જીવ ગુમાવ્યો છે. અહેમદ પટેલે કોંગ્રેસ પક્ષની ખૂબ સેવા કરી છે. તેમણે કોરોનાકાળ દરમ્યાન પ્રજાજનોને સાવચેત રહેવા અપીલ કરી છે.