Not Set/ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા થયા કોરોના મુક્ત,UN હોસ્પિટલ માંથી રજા અપાઈ

ગુજરાતમાં કોરોના કેસ માં સતત વધરો જોવા મળી રહ્યો જેમાં આજ રોજ 6690 કેસ નોધાયા. કોરોનાની આ બીજી લહેર ખુબ જ ભયજનક જોવા મળી રહી છે.જેમાં વૃદ્ધો થી માંડીને નાના બાળકો પણ કોરોના સંક્રામિત જોવા મળી રહ્યા છે.તેવામાં થોડાક દિવસ પહેલા જ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા  કોરોના સંક્રમિત થયા હતા.તેમને અમદાવાદની UN હોસ્પિટલ માં દાખલ […]

Gujarat Others
Untitled 159 ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા થયા કોરોના મુક્ત,UN હોસ્પિટલ માંથી રજા અપાઈ

ગુજરાતમાં કોરોના કેસ માં સતત વધરો જોવા મળી રહ્યો જેમાં આજ રોજ 6690 કેસ નોધાયા. કોરોનાની આ બીજી લહેર ખુબ જ ભયજનક જોવા મળી રહી છે.જેમાં વૃદ્ધો થી માંડીને નાના બાળકો પણ કોરોના સંક્રામિત જોવા મળી રહ્યા છે.તેવામાં થોડાક દિવસ પહેલા જ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા  કોરોના સંક્રમિત થયા હતા.તેમને અમદાવાદની UN હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી  હતી.

ગુજરાતના વિધાનસભા સત્ર દરમિયાન અનેક મંત્રીઓ કોરોનાનો શિકાર બન્યા હતા. મંત્રીઓ નહીં પણ તેમના સ્ટાફ પણ કોરોના સંક્રમિત બન્યો હતો. આ ઉપરાંત વિધાનસભાના કર્મીઓ સહિત સચિવાલયના કર્મીઓ પણ સંક્રમિત થયા હતા. તેવામાં 3 એપ્રિલના રોજ પ્રદિપસિંહ જાડેજાએ ટ્વીટ કરીને પોતે કોરોના પોઝિટિવ  થયા હોવાની જાણ કરી હતી.

13 એપ્રિલે કોરોના માત આપી દીધી છે. તેઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જે બાદ UN મહેતા હોસ્પિટલ દ્વારા તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પ્રદિપસિંહ ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને રહેશે.