Recipe/ ઘરે બનાવો આ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ફ્રાય, નોંધીલો રેસીપી…..

.આ દાલ ફ્રાય તમને ભાત સાથે ડિનરમાં અલગ જ ટેસ્ટ આપે છે. તમે પણ જો યોગ્ય રીતે તેને બનાવશો તો તમે પણ વાહવાહી મેળવશો અને સાથે

Lifestyle
Untitled 23 2 ઘરે બનાવો આ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ફ્રાય, નોંધીલો રેસીપી.....

જો તમે એકની એક તુવેરદાળ ખાઈને કંટાળ્યા છો તો તમે ડિનરમાં રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ફ્રાય ટ્રાય કરી શકો છો.આ દાલ ફ્રાય તમને ભાત સાથે ડિનરમાં અલગ જ ટેસ્ટ આપે છે. તમે પણ જો યોગ્ય રીતે તેને બનાવશો તો તમે પણ વાહવાહી મેળવશો અને સાથે જ પરિવારના સભ્યોને ખુશ કરી શકશો. તો કરી લો ફટાફટ તૈયારી અને બનાવી લો ડિનરને ખાસ.

દાલ ફ્રાય

સામગ્રી

-1/2 કપ મગની દાળ
-1 નંગ ટામેટુ
-1 નંગ લાલ મરચું
-1/8 ટીસ્પૂન હળદર
-મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે

-2 ટીસ્પૂન ઘી
-1 ટીસ્પૂન જીરૂં
-2 નંગ લાલ મરચાં
-4 ફોડા લસણ
-1 થી 2 ટેબલસ્પૂન કોથમીર સમારેલી

સૌપ્રથમ મગની દાળને ધોઈને બરાબર સાફ કરી લો. ત્યારબાદ એક પ્રેશર કૂકરમાં મગની દાળ, સમારેલા ટામેટા, હળદર અને એક નંગ લાલ મરચું બાફવા માટે મૂકો. ત્રણેક સીટી વગાડી લો. ત્યાર બાદ દાળ બરાબર બફાઈ જાય એટલે તેમાં મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે વઘાર માટેની તૈયારી કરો. તેના માટે સૌપ્રથમ વઘારિયામાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે વઘાર માટેની જેટલી પણ સામગ્રી છે તેને તેમાં ઉમેરીને બરાબર સાંતળો. લસણ ચઢીને લાલ થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ આ વઘારને દાળમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે બધું મિક્સ કર્યા બાદ દાળને થોડીવાર માટે ઉકળવા દો. પછી ગેસ બંધ કરીને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ દાળ સર્વ કરો.