Not Set/ કસરત કર્યા વગર જ વજન ઘટાડવું છે, આટલું કરો 

આજની અનિયમિત લાઇફ સ્ટાઇલમાં વજન વધવાની સમસ્યા એ સામાન્ય બની ગઈ છે. આપણે પોતાની જીવન જીવવાની રીતમાં જો થોડોક ફેરફાર કરીએ તો વજન વધવાની આ સમસ્યાને રોકી શકે છે. જો તમે તમારી લાઈફ સ્ટાઈલ ઉપર ધ્યાન આપશો તો તમારે વજન ઘટાડવા માટે જીમમાં જવાની જરૂર નહીં રહે. અહીં કેટલાક એવી જ ટીપ્સ આપવામાં આવી છે […]

Health & Fitness Lifestyle
maahhi કસરત કર્યા વગર જ વજન ઘટાડવું છે, આટલું કરો 

આજની અનિયમિત લાઇફ સ્ટાઇલમાં વજન વધવાની સમસ્યા એ સામાન્ય બની ગઈ છે. આપણે પોતાની જીવન જીવવાની રીતમાં જો થોડોક ફેરફાર કરીએ તો વજન વધવાની આ સમસ્યાને રોકી શકે છે. જો તમે તમારી લાઈફ સ્ટાઈલ ઉપર ધ્યાન આપશો તો તમારે વજન ઘટાડવા માટે જીમમાં જવાની જરૂર નહીં રહે. અહીં કેટલાક એવી જ ટીપ્સ આપવામાં આવી છે જેની મદદથી તમે કસરત કર્યા વિના પણ પોતાનું વજન ઘટાડી શકશો.

તમે કેલરીને બર્ન કરવા માટે નેટનો ઉપયોગ કરો. નેટનો મતલબ છે કે નોન એક્સરસાઇઝ એક્ટિવીટી થર્મોજેનેસિસ. એટલે કે આપણે જે મૂવમેન્ટ કરીએ છીએ તેને લઈને આ એક ફેન્સી ટર્મ છે. એક સંશોધનના જણાવ્યા અનુસાર, દરેકની એક્ટિવીટીનું સ્તર અલગ-અલગ હોય છે. એક દિવસમાં નેટના માધ્યમથી બે હજાર કેલેરી બર્ન કરી શકે છે.

ઓફિસમાં કેલોરી બર્ન કરો. ઓફિસમાં દિવસભર બેસી ન રહો અને જ્યારે પણ તક મળે થોડુ ચાલવાનું રાખો. સંશોધકોનું કહેવું છે કે,  ઓફિસમાં દિવસભર બેસી રહેવાથી પણ વજન વધે છે. જો તમે ડેસ્કની જોબ કરો છો તો દર કલાકે 15 મિનિટનો વિરામ લઈને થોડું ચાલવાનું રાખો

તમે તમારા આરામના સમયમાં કેટલાક કલાકો સુધી ટીવી સામે બેસી રહેતા હશો. આ દરમિયાન વચ્ચે-વચ્ચે ઉઠીને આંટા મારો અને તમારી કેલરી બર્ન કરો. જ્યારે મહિલાઓ ઘરમાં જાતે જ કચરા-પોતુ કરવાનું રાખે જેના કારણે તેમના વધી રહેલ વજનમાં ઘટાડો થશે

બાળકો સાથે રમત રમીને અથવા તો તેમની સાથે અન્ય પ્રવૃત્તિમાં ભાગ લઈને પણ તમે તમારી કેલરી બર્ન કરી શકો છો

બાળકોને જો સ્કુલ અથવા ટ્યુશન ક્લાસીસ નજીકમાં હોય તો ચાલતા તેમને મુકવા જવાનું રાખો, જેનાથી તમારું વોકિંગ પણ થઈ જશે અને વજનમાં પણ ઘટાડો થશે