Not Set/ તાલિબાને કર્યો દાવો, દુર્ઘનાગ્રસ્ત વિમાન અમેરિકાનું, ગુપ્ત મિશન પર હતુ

તાલિબિને દાવો કર્યો છે કે, સોમવારે અફઘાનિસ્તાનનાં પૂર્વી ગજની પ્રાંતમાં જે પેસેંજર વિમાન ક્રેશ થયું તે અમેરિકાનું હતું અને તે ગુપ્ત મિશન પર હતું. વળી, યુએસ સૈન્યનું કહેવું છે કે, તે તાલિબાનનાં અંકુશિત વિસ્તારમાં વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહ્યુ છે પરંતુ તેણે વિમાનની ઓળખની પુષ્ટિ કરી નથી. આ ક્ષેત્રમાં કાર્યરત પત્રકાર તારિક ગજનીવાલે જણાવ્યું હતું […]

Top Stories World
52168538 303 તાલિબાને કર્યો દાવો, દુર્ઘનાગ્રસ્ત વિમાન અમેરિકાનું, ગુપ્ત મિશન પર હતુ

તાલિબિને દાવો કર્યો છે કે, સોમવારે અફઘાનિસ્તાનનાં પૂર્વી ગજની પ્રાંતમાં જે પેસેંજર વિમાન ક્રેશ થયું તે અમેરિકાનું હતું અને તે ગુપ્ત મિશન પર હતું. વળી, યુએસ સૈન્યનું કહેવું છે કે, તે તાલિબાનનાં અંકુશિત વિસ્તારમાં વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહ્યુ છે પરંતુ તેણે વિમાનની ઓળખની પુષ્ટિ કરી નથી. આ ક્ષેત્રમાં કાર્યરત પત્રકાર તારિક ગજનીવાલે જણાવ્યું હતું કે, તેણે વિમાન સળગાવતા જોયુ છે. ટ્વીટર પર ગજનીવાલે કહ્યું કે તેણે બે મૃતદેહો જોયા અને વિમાનનો આગળનો ભાગ ખરાબ રીતે બળી ગયો હતો.

તાલિબાનનાં પ્રવક્તા જબિઉલ્લા મુજાહિદે એક નિવેદન જારી કરતાં જણાવ્યું છે કે, અમેરિકન સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ) નાં ઘણા વરિષ્ઠ અધિકારીઓ સહિત વિમાનમાં સવાર તમામ મુસાફરો માર્યા ગયા હતા. અગાઉ ગજનીનાં રાજ્યપાલ વહીદુલ્લાહ ખલીમજઈએ કહ્યું હતું કે ક્રેશ થયું મુસાફર વિમાન એક વિદેશી કંપનીનું છે અને આ અકસ્માતમાં ગંભીરરીતે બળી જવાના કારણે તેની ઓળખ શક્ય નથી. તેમણે કહ્યું કે વિમાન અને તેના પાછળનાં ભાગને વધારે નુકસાન થયું નથી. ગજનીવાલે આપેલી માહિતી સ્વતંત્ર રીતે ચકાસી શકાઈ નથી. તાલિબાનનાં પ્રવક્તા જબિઉલ્લા મુજાહિદે જણાવ્યું હતું કે ગજની પ્રાંતમાં યુએસ એરફોર્સનું વિમાન અકસ્માતમાં પડી ભાગ્યુ હતું. ગજનીવાલે જણાવ્યું હતું કે દુર્ઘટના સ્થળ યુએસ આર્મી બેઝથી 10 કિલોમીટર દૂર છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડનાં પ્રવક્તા યુએસ સેનાનાં મેજર બેથ રિયોર્ડને કહ્યું કે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે અકસ્માતનો ભોગ બનેલુ વિમાન કેનુ હતું. રિયોર્ડને વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, સોશિયલ મીડિયા પર કથિત ક્રેશ સાઇટનાં ફોટોગ્રાફ્સએ સંકેત આપ્યો છે કે તે બોમ્બાર્ડિયર E-11A વિમાન હોઈ શકે છે. યુએસ સૈન્ય અફઘાનિસ્તાનમાં ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ માટે વિમાનનો ઉપયોગ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન