injections/ સુરતમાં હોમઆઇસેલોટ દર્દીને પણ મળશે ઇન્જેકશન

કોરોના સંક્રમણ મામલે સુરત શહેરની હાલત કફોડી

Surat
ssss સુરતમાં હોમઆઇસેલોટ દર્દીને પણ મળશે ઇન્જેકશન

શહેરમાં રેમડેસિવર ઇન્જેકશન લેવા માટે લોકો લાંબી કતારોમાં ઉભા છે

કોરોના સંક્રમણ મામલે સુરત શહેરની હાલત કફોડી છે કોવિડ-19ની આફત ફરીવાર શહેર પર આવી પડી છે. શહેરની હાલત અતિ ભયંકર છે. કોરોનાના લીધે મૃત્યુ દર વધી રહ્યો છે. શહેરમાં રેમડેસિવર ઇન્જેકશન લેવા માટે લોકો લાંબી કતારોમાં ઉભા છે.-GR

હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેમણે નિયત નમૂનામાં આપેલાં ઇમેલ આઇડી પર અધિકૃત વ્યક્તિની સહી સાથે અરજી કરવાની રહેશે

કલેકટરે જણાવ્યું હતું  કે 1528 દર્દીઓ માટે 3695 ઇન્જેકશન આપવામાં આવ્યાં છે, તે છતા પણ લોકો લાઇન લગાવી રહ્યા છે. તંત્ર દ્વારા ઇન્જેકશન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તે મુજબ દર્દીના કોઇપણ સગાએ નવી સિવિલમાં જવાનું નથી. જે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેમણે નિયત નમૂનામાં આપેલાં ઇમેલ આઇડી પર અધિકૃત વ્યક્તિની સહી સાથે અરજી કરવાની રહેશે. અને જે લોકો ઘરમાં સારવાર લે છે તેમને પણ ઇન્જેકશન મળશે.

તેમના જે કોઇ ફેમીલી ડોકટર કે ફીઝીશીયન હોય તો તેઓ પણ કલેકટરને ઇમેલ કરી શકે છે

જિલ્લા કલેકટર ધવલ પટેલે કહ્યું કે સુરતમાં નાની મોટી હોસ્પિટલ ઉપરાંત જે લોકો ઘરમાં હોમ આઇસોલેટ થઇ સારવાર લઇ રહ્યાં છે, તેમને પણ ઇન્જેકશન મળી રહેશે. તેમના જે કોઇ ફેમીલી ડોકટર કે ફીઝીશીયન હોય તો તેઓ પણ કલેકટરને ઇમેલ કરી શકે છે. આ મેઇલ મારફતે તેમને ઇન્જેકશનની વ્યવસ્થા કરી આપવામાં આવશે.