Thailand/ થાઈલેન્ડમાં ભયાનક બસ દુર્ઘટના, 14 લોકોના મોત અને 30થી વધુ ઘાયલ

થાઈલેન્ડમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. આ અકસ્માત પ્રાચુઆપ ખીરી ખાન પ્રાંતમાં થયો જ્યારે બસ બેંકોકથી દૂર દક્ષિણમાં સોંગખલા પ્રાંત તરફ જઈ રહી હતી.

Top Stories World
WhatsApp Image 2023 12 05 at 3.21.31 PM થાઈલેન્ડમાં ભયાનક બસ દુર્ઘટના, 14 લોકોના મોત અને 30થી વધુ ઘાયલ

થાઈલેન્ડમાં એક મોટી બસ દુર્ઘટના સર્જાય હતી. આ બસ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ દુર્ઘટના પશ્ચિમ થાઈલેન્ડમાં આજે સવારે બની હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત પ્રચુઆપ ખિરી ખાન પ્રાંતમાં થયો હતો જ્યારે બસ બેંકોકથી દક્ષિણમાં સોંગખલા પ્રાંત તરફ જઈ રહી હતી. બસમાં 49 લોકો સવાર હતા.

અચાનક બસ રોડ પરથી ઉતરી ગઈ અને હાટ વાનાકોર્ન નેશનલ પાર્ક પાસે એક ઝાડ સાથે અથડાઈ હતી. પ્રચુઆપ ખિરી ખાન પ્રાંત થાઈલેન્ડના અખાત અને મ્યાનમાર વચ્ચે ફેલાયેલા દરિયાકિનારા પર સ્થિત છે. હુઆય યાંગ પોલીસના અધિક્ષક કર્નલ વીરાપત કેટેસા જણાવ્યું હતું કે,અમને શંકા છે કે બસ ડ્રાઇવર ઊંઘી ગયો હશે, જેના કારણે અકસ્માત થયો. તેમણે કહ્યું કે અધિકારીઓ ડ્રાઈવરના રક્ત પરીક્ષણના પરિણામોની રાહ જોઈ રહ્યા છે.

આ અકસ્માતમાં બસ ચાલકનો આબાદ બચાવ થયો હતો. અધિકારીએ કહ્યું કે, પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. વીરપતે કહ્યું કે, મોટાભાગના પીડિતો થાઈલેન્ડના રહેવાસી હતા અને કેટલાક મ્યાનમારના નાગરિક હતા. સવાંગ રુંગરુંગ રેસ્ક્યુ ફાઉન્ડેશન’ના જણાવ્યા અનુસાર, લગભગ 35 લોકોની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: