અમદાવાદ/ હાઉસ ટુ હાઉસ મેલેરિયા સર્વે કામગીરી, 1 લાખ લોકોના લેવાયા બ્લડ સેમ્પલ

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા હાઉસ ટુ હાઉસ મેલેરિયા સર્વેની કામગીરી હાથ પર લેવામાં આવી છે જેમાં તમામ ઘરોમાં જઈને સર્વે કરાઈ રહ્યો છે.

Ahmedabad Gujarat
મેલેરિયા
  • અમદાવાદ જિલ્લા પંચાયતની કામગીરી
  • હાઉસ ટુ હાઉસ મેલેરિયા સર્વે કામગીરી
  • 1 લાખ લોકોના લેવાયા બ્લડ સેમ્પલ
  • 40 પ્રા.આ. કેન્દ્રના કર્મચારીઓની કામગીરી
  • વાહકજન્ય રોગ અટકાવવા વિશે કરાઈ IEC

અમદાવાદ જિલ્લામાં વાહનજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે સફળતા મળી છે. જોકે હાલનું વાતાવરણ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે સૌથી સાનુકૂળ હોવાથી પોરાનાશક કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 94 હજાર બ્લડ સેમ્પલ ચેક કરવામાં આવ્યા છે.

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા હાઉસ ટુ હાઉસ મેલેરિયા સર્વેની કામગીરી હાથ પર લેવામાં આવી છે જેમાં તમામ ઘરોમાં જઈને સર્વે કરાઈ રહ્યો છે.જો કોઈ ને મેલેરિયા હોય તો તેના બ્લડ સેમ્પલ લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 1 લાખ જેટલા લોકોના બ્લડ સેમ્પલ લઈ ને તપાસ કરાઈ રહી છે

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની મેલેરીયા શાખાના સંકલનમાં રહી  40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા અમદાવાદ જીલ્લાના 464 ગામમાં ૩ લાખથી વધુ ઘરોમાં એન.વી.બી.ડી.સી.પી. અંતર્ગત સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધરાયો છે. આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા અમદાવાદ જીલ્લામાં લોકોને વાહકજન્ય રોગ અટકાયતી પગલાઓ વિશે આઇ.ઇ.સી કરવામાં આવી રહી છે.

સર્વે દરમ્યાન જે ઘરોમાં શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવે છે અને મચ્છરના બ્રિડિંગ મળે તો કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવી રહ્યો છે.  આરોગ્ય કર્મચારીઓ દ્વારા નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કન્ટ્રોલ  પ્રોગ્રામ એન.વી.બી.ડી.સી.પી અંતર્ગત કામગીરી સઘન કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં વાહનજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે સફળતા મળી છે. જોકે હાલનું વાતાવરણ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે સૌથી સાનુકૂળ હોવાથી પોરાનાશક કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે.  ઉલ્ટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તેને લોહીના સેમ્પલ લઈને મેલેરિયાનું ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે… અત્યાર સુધીમાં 94 હજાર બ્લડ સેમ્પલ ચેક કરવામાં આવ્યા છે

મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.

આ પણ વાંચો:મોરિશિયસના PM બનશે રાજકોટના મહેમાન, આવતીકાલે બપોરે ભવ્ય રોડ શો યોજાશે

મંતવ્ય