Mission Moon-Gujarat Contribution/ ચંદ્રયાન-3 મિશનમાં ગુજરાતે આપ્યો છે કયો મહત્વનો ફાળો

ચંદ્રયાન-3ને સોફ્ટ લેન્ડિંગને ગણતરીના કલાકો બાકી છે તેમ-તેમ લોકોને આ પ્રોજેક્ટ અને તેની સાથે સંકળાયેલા લોકો અંગે જાણવાની ઇચ્છા વધુ તીવ્ર બની રહી છે.

Top Stories Gujarat
Mission moon 1 ચંદ્રયાન-3 મિશનમાં ગુજરાતે આપ્યો છે કયો મહત્વનો ફાળો

અમદાવાદઃ ચંદ્રયાન-3ને સોફ્ટ લેન્ડિંગને ગણતરીના Mission Moon-Gujarat Contribution કલાકો બાકી છે તેમ-તેમ લોકોને આ પ્રોજેક્ટ અને તેની સાથે સંકળાયેલા લોકો અંગે જાણવાની ઇચ્છા વધુ તીવ્ર બની રહી છે. ચંદ્રયાન તો આંધ્રમાં શ્રીહરિકોટાથી ઉપડ્યુ હતુ, પરંતુ તેમા પણ ગુજરાતનો મહત્વનો ફાળો છે તેની બહુ ઓછા લોકોને ખબર છે.

અમદાવાદમાં ઇસરોના જ સ્પેસ એપ્લિકેશન સેન્ટરે ચંદ્રયાન-3માં મહત્વનો Mission Moon-Gujarat Contribution ફાળો આપ્યો છે. ચંદ્રયાન-3માં અમદાવાદમાં બનેલા કેમેરા લાગેલા છે અને કુલ 11 પાર્ટ્સ લાગેલા છે. લેન્ડર અને રોવર પર લાગેલા કેમેરા સહિતના 11 પાર્ટ્સ અમદાવાદમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ઇસરોમાં બન્યા છે.

આ અંગે વધારે વિગત આપતા ઇસરોના Mission Moon-Gujarat Contribution અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશનના ડાયરેક્ટર નીલેશ દેસાઈએ જણાવ્યું હતું કે ઇસરોના કોઈપણ મિશનમાં અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરનો ફાળો તો હોય જ છે. તેમણે ઉમેર્યું હતું કે અમદાવાદમાં લેન્ડર પર ચાર એલઆઇ અને રોવર પર લાગેલા આરઆઇ કેમેરા બનાવવામાં આવ્યા છે. આરઆઇ કેમેરા લેન્ડર તરફ ધ્યાન આપશે અને જુદા-જુદા એન્ગલથી તસ્વીરો લેશે.

આ સિવાય લેન્ડરમાં સામેલ KaRa રડાર અલ્ટીમીટર, હેઝાર્ડ ડિટેકશન એન્ડ એવોઇડન્સ (એચડીએ) સિસ્ટમ અને LHDAC  કેમેરા સાથે એનજીસી અને એલડીપી એમ કુલ 11 પાર્ટ અમદાવાદમાં બન્યા છે. આ બધા સેન્સર લેન્ડિંગ સાઇટથી લેન્ડર આઠ કિ.મી. દૂર હશે ત્યારે જ કાર્યાન્વિત થશે અને લેન્ડર ચંદ્રની સપાટી નજીક પહોંચે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે.

તેમણે જણાવ્યું હતું કે અમદાવાદનું અંતરિક્ષ કેન્દ્ર તથા અમદાવાદના Mission Moon-Gujarat Contribution વૈજ્ઞાનિકોની ટીમ ચાર વર્ષથી આ મિશનમાં ભરપૂર રીતે લાગેલી છે. આ અભિયાનમાં ઇસરોના લગભગ 350 અને અમદાવાદ સ્થિત અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (SAC-ISRO)ના 70 એન્જિનિયર્સ સાથે ઇસરોના કુલ હજારથી પણ વધારેએ પ્રત્યક્ષથી પરોક્ષ રીતે ફાળો આપ્યો છે.

 

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ એક ક્લિકમાં વાંચો ચંદ્રયાનન-3 ની સંપૂર્ણ વિગત

આ પણ વાંચોઃ ISRO-Mission-Chandrayan-3/ ભારત ચંદ્ર પર ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે, ચંદ્રયાન-3 મિશનની શરૂઆતથી હાલની સ્થિતિ સુધી જાણો

આ પણ વાંચોઃ Chandrayan-3/ નાનકડા ગામના રહેવાસીનો ચંદ્રયાન-3 મિશનમાં છે ફાળો

આ પણ વાંચોઃ Mission Moon/ ચંદ્ર દિવસ પહોંચવાના ચાર દિવસ સામે ભારતે 40થી વધુ દિવસ કેમ લીધા

આ પણ વાંચોઃ ચંદ્રયાન-3/ મિશન મૂનની સફળતા માટે ફૂલપ્રૂફ પ્લાન શું છે? ISROના વડાએ જણાવ્યું કે ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ કેવી રીતે થશે?