Not Set/ ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ હવે કહેવાશે ‘નમસ્તે ટ્રમ્પ’, સોમવારથી પ્રચાર પ્રસારની સામગ્રી કરાશે તૈયાર

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં આગમનની તૈયારીઓ કેમ છો ટ્રમ્પ કાર્યક્રમનું નામ બદલવામાં આવ્યું અમદાવાદ મુલાકાતને નમસ્તે ટ્રમ્પ નામ અપાયું સોમવારથી પ્રચાર પ્રસારની સામગ્રી કરાશે તૈયાર નમસ્તે ટ્રમ્પ સમગ્ર દેશ માટે લાગુ થતું હોવાથી રખાયું નામ 24  ફેબ્રુઆરી અમેરિકા રાષ્ટ્રપતિ અમદાવાદના અંગને આવી રહ્યા છે. અને તેની તડામાર તૈયારીઓમાં અમદાવાદ પ્રશાસન લાગી ગયું છે.  મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના […]

Ahmedabad Gujarat
Untitled 198 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમ હવે કહેવાશે 'નમસ્તે ટ્રમ્પ', સોમવારથી પ્રચાર પ્રસારની સામગ્રી કરાશે તૈયાર
  • અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં આગમનની તૈયારીઓ
  • કેમ છો ટ્રમ્પ કાર્યક્રમનું નામ બદલવામાં આવ્યું
  • અમદાવાદ મુલાકાતને નમસ્તે ટ્રમ્પ નામ અપાયું
  • સોમવારથી પ્રચાર પ્રસારની સામગ્રી કરાશે તૈયાર
  • નમસ્તે ટ્રમ્પ સમગ્ર દેશ માટે લાગુ થતું હોવાથી રખાયું નામ

24  ફેબ્રુઆરી અમેરિકા રાષ્ટ્રપતિ અમદાવાદના અંગને આવી રહ્યા છે. અને તેની તડામાર તૈયારીઓમાં અમદાવાદ પ્રશાસન લાગી ગયું છે.  મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના ભવ્ય સ્વાગત સમારોહ યોજવાનો છે. ત્યારે હવે આ કાર્યક્રમનું નામકરણ બદલવામાં આવ્યું છે.  અગાઉ આ કાર્યક્રમ ‘કેમ છો ટ્રમ્પ’ના નામે યોજાવવાનો હતો. જો કે હવે આ નામમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાર્યક્રમના પ્રચાર પ્રસાર માટેનું નવા નામનું મટિરિયલ સોમવાર સુધીમાં તૈયાર થઇ જશે. સૌશિયલ મીડિયા પર પણ “નમસ્તે ટ્રમ્પ”ના નામ પરથી પોસ્ટર વાયરલ થયા છે.

Untitled 199 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમ હવે કહેવાશે 'નમસ્તે ટ્રમ્પ', સોમવારથી પ્રચાર પ્રસારની સામગ્રી કરાશે તૈયાર

અગાઉ ‘કેમ છો ટ્રમ્પ’ શબ્દ સાથે ટ્રમ્પનું સ્વાગત કરવાનો પ્લાન હતો, જોકે, હવે ‘નમસ્તે ટ્રમ્પ’  શબ્દ સાથે તેમનું સ્વાગત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નમસ્તે ટ્રમ્પ સમગ્ર દેશ માટે લાગુ થતું હોવાથી આ નામ રખાયું છે.  આ ભવ્ય કાર્યક્રમ રાજ્ય પૂરતો સિમિત ના રહે અને તેને નેશનલ કવરેજ પણ મળી રહે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.