દાન/ ભંડારો શરૂ કરવાની પ્રથા કેવી રીતે થઈ? જાણો ધાર્મિક મહત્વ

ભંડારો એટલે ફક્ત દાન નહીં પરંતુ આત્માની સંતુષ્ટિ માટે પણ છે. પૌરાણિક શાસ્ત્રો મુજબ, આપણે જે ચીજ વસ્તુઓનું દાન કરીએ છીએ અને જેટલી માત્રામાં દાન…..

Dharma & Bhakti Religious Rashifal Trending
Image 2024 05 31T151038.637 ભંડારો શરૂ કરવાની પ્રથા કેવી રીતે થઈ? જાણો ધાર્મિક મહત્વ

Dharma News: હિંદુ ધર્મમાં ભંડારો કરવાની પ્રથા ઘણા લાંબા સમયથી ચાલી આવી રહી છે. ભંડારો કરવો એટલે એક પ્રકારનું દાન કરવું. પરંતુ ભંડારો કરવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ અને તેનું ધાર્મિક મહત્વ શું છે તેના વિશે જાણો.

ભંડારો કરવાનું મહત્વ

ભંડારો એટલે ફક્ત દાન નહીં પરંતુ આત્માની સંતુષ્ટિ માટે પણ છે. પૌરાણિક શાસ્ત્રો મુજબ, આપણે જે ચીજ વસ્તુઓનું દાન કરીએ છીએ અને જેટલી માત્રામાં દાન કરીએ છીએ તેનાથી પરલોકમાં સ્થાન પ્રાપ્ત થાય છે. જ્યારે વસ્તુઓનું વધારે દાન કરો તેને ભંડારો કહેવાય છે. તેનો અર્થ એ પણ થાય છે કે, મૃત્યુલોકમાં કરવામાં આવેલું દાન આપણા પૂર્વજો અને આપણી આત્માને સંતોષ આપે.

પદ્મ પુરાણમાં, રાજા સ્વેત મૃત્યુ બાદ જ્યારે સ્વર્ગલોક સીધાવ્યા તો તેમને ભોજન પ્રાપ્ત થયું નહોતું. સ્વર્ગમાં માંગવા છતાં ભોજન મળ્યું નહોતું. આખરે થાકીને રાજા બ્રહ્મા પાસે પહોંચ્યા અને કારણ પૂછ્યું. બ્રહ્માજી બોલ્યા, ક્યારેય કોઈને ભોજન કરાવ્યું નહોતું. અન્નનું દાન કર્યું નહોતું. આથી તમને મૃત્યુ બાદ ભોજન મળ્યું નથી. રાજાએ ભૂલ સુધારી અને ભાવિ પેઢીઓને અન્નદાનનું મહત્વ સમજાવ્યું. ભંડારો કરવાથી પુણ્ય મળે છે. ભૂખ્યાને ભોજન કરાવવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સંકટ ચતુર્થી ક્યારે આવે છે? જાણો પૂજા વિધિ, મુહૂર્ત

આ પણ વાંચો: શનિ 35 દિવસ સુધી કુંભમાં વક્રી થશે, તમને કેવું ફળ મળશે

આ પણ વાંચો: ચાણક્ય નીતિ અનુસાર આ રીતે મિત્રતા થતી નથી