Not Set/ સાપ કરડ્યા બાદ સલમાન ખાનની કેવી છે તબિયત ? જાણો હેલ્થ અપડેટ

સલમાનના ફેન્સ અભિનેતાની તબિયતને લઈને ખૂબ જ ચિંતિત છે. ચાહકો જાણવા માંગે છે કે સાપના ડંખ બાદ હવે સલમાન ખાનની તબિયત કેવી છે?

Trending Entertainment
સલમાન

રામ રાખે તેને કોણ ચાખે,  આજે દરેક વ્યક્તિ આ વાત વારંવારબોલી રહ્યા છે જેના દિલમાં સલમાન ખાન રહે છે. હા, કારણ કે જ્યારે સમાચાર સામે આવ્યા કે સલમાન ખાનને સાપે ડંખ માર્યો છે, ત્યારે ચાહકોના શ્વાસ અટકી ગયા હતા. સલમાનના દરેક ચાહકના હાથ તેના માટે પ્રાર્થના કરવા માટે ઉઠવા લાગ્યા. સાપના ડંખ પછી દરેક વ્યક્તિ બસ પ્રાર્થના કરી હી હતી કે તેમનો ફેવરિટ સુપરસ્ટાર જલ્દી ઠીક થઈ જાય.

આ પણ વાંચો :મિસ યુનિવર્સ હરનાઝ સંધુ અભિનેત્રી બનવા માગે છે,અનેક વાતચીત પર આપ્યા જવાબ,જાણો વિગત

સલમાનના ફેન્સ અભિનેતાની તબિયતને લઈને ખૂબ જ ચિંતિત છે. ચાહકો જાણવા માંગે છે કે સાપના ડંખ બાદ હવે સલમાન ખાનની તબિયત કેવી છે? જો તમે પણ સલમાનના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છો, તો આપને જણાવી દઈએ કે સલમાનની તબિયત હવે સારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

25 ડિસેમ્બરની મોડી રાત્રે જ્યારે સલમાનને સાપ કરડ્યો ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે લગભગ 3 વાગે સલમાનની સારવાર માટે નવી મુંબઈના M.G.M. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ સમગ્ર અકસ્માતમાં રાહતની વાત એ હતી કે સલમાનને જે સાપે ડંખ માર્યો હતો તે બહુ ઝેરી નહોતો.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :પ્રિયંકા ચોપરાને ખોળામાં બેસાડીને પતિ નિક જોનાસે કરી Kiss, કપલે આ રીતે ઉજવી ક્રિસમસ

જો કે દબંગ ખાનને લગભગ 6 થી 7 કલાક હોસ્પિટલમાં રહ્યા બાદ રજા આપવામાં આવી હતી. ત્યાં તેની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, સલમાન ખાન બિલકુલ સ્વસ્થ છે અને પહેલાથી જ ઠીક અનુભવી રહ્યો છે.

25 ડિસેમ્બરે ક્રિસમસ અને 27 ડિસેમ્બરે સલમાનનો જન્મદિવસ હતો. કોરોનાના વધતા ખતરાને કારણે આ વખતે સલમાને પોતાનો જન્મદિવસ તેના નજીકના મિત્રો અને પરિવાર સાથે પનવેલ ફાર્મ હાઉસમાં ઉજવવાનું નક્કી કર્યું. સલમાન બર્થડે સેલિબ્રેશન માટે જ ફાર્મ હાઉસ પહોંચ્યા હતા.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :સ્મૃતિ ઈરાનીની દીકરીએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, ટીવીની તુલસીએ જમાઈને જાહેરમાં આપી આવી ચેતવણી

સૂત્રોના જણાવ્યા અનુસાર, પનવેલ ફાર્મ હાઉસમાં મિત્રો સાથે વાતચીત દરમિયાન તેને અહેસાસ થયો કે કંઈક તેના હાથ ડંખી રહ્યું છે. આ પછી જ્યારે તેણે અહીં-ત્યાં નજર ફેરવી તો તેને એક સાપ દેખાયો. સાપને જોઈને સલમાન ખાન ડરી ગયો અને તરત જ મદદ માટે બૂમો પાડવા લાગ્યો. આ પછી, વિલંબ કર્યા વિના, તેમને કામોથે, મુંબઈના M.G.M. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની તબિયતમાં સુધારો થતાં થોડા કલાકો બાદ તેમને રજા આપવામાં આવી હતી. હવે અભિનેતાની તબિયત સારી હોવાનું કહેવાય છે.

જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન પોતાનો જન્મદિવસ તેના ખાસ મિત્રો સાથે પનવેલ ફાર્મહાઉસમાં ઉજવે છે. અભિનેતાએ તેનો મોટાભાગનો સમય લોકડાઉનમાં તેના પનવેલ ફાર્મહાઉસમાં વિતાવ્યો છે. તે જ સમયે, સલમાન ખાને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સાથે ફાર્મહાઉસમાં એક ગીતનું શૂટિંગ પણ કર્યું હતું. સલમાને તેના ફાર્મહાઉસનું નામ તેની બહેન અર્પિતા ખાન શર્માના નામ પર રાખ્યું છે.

આ પણ વાંચો : BTS બેન્ડના આ સભ્યને થયો કોરોના, ઓગસ્ટમાં લીધો હતો  રસીનો બીજો ડોઝ 

આ પણ વાંચો :આ કારણોસર અનુપમા સીરીયલ બધાના દીલ પર કરે છે રાજ..