Not Set/ મકાન માલિક પાસે પાન કાર્ડ ન હોવા છતાંયે કેવી રીતે HRA પર મેળવી શકશો છૂટ

ભાડા મકાન ચિઠ્ઠી જમા કરાવવા પર તમારા પગાર પર HRA ટેક્સ બાદ થઇ જાય છે જેનો તમે સંપૂર્ણ અથવા આંશિક લાભ લઈ શકો છો.HRA પર કર મુક્તિ મેળવવા માટે  મકાનમાલિકનો PAN નંબર આપવો પડશે કારણ કે ભાડું મકાનમાલિકની આવક છે.

Business
HRA - હાઉસ રેન્ટ એલાઉન્સ

જો તમે નોકરિયાત વ્યક્તિ છો અને ભાડાના મકાનમાં રહો છો તો તમને હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) જરૂરથી મળતું હશે. મકાનભાડું તમે ઇન્કમટેક્ષમાં બતાવી છૂટ મેળવી શકો છો. HRA પર ઇન્કમટેક્ષ એક્ટના સેક્શન-10 (13A) અંતર્ગત છૂટ મળે છે. જે લોકો પોતાના ઘરમાં રહે છે તેમને મળનારા HRA પર ટેક્સ લાગે છે.  ઇન્કમટેક્સ રિટર્ન ભરતી વેળાએ તમે HRA પર ટેક્સ છૂટ મેળવવાનો દાવો કરી શકો છો.

ભાડા મકાન ચિઠ્ઠી જમા કરાવવા પર તમારા પગાર પર HRA ટેક્સ બાદ થઇ જાય છે જેનો તમે સંપૂર્ણ અથવા આંશિક લાભ લઈ શકો છો.HRA પર કર મુક્તિ મેળવવા માટે  મકાનમાલિકનો PAN નંબર આપવો પડશે કારણ કે ભાડું મકાનમાલિકની આવક છે.

ઘણી વખત એવું બને છે કે મકાનમાલિક પોતાનો PAN નંબર આપવા તૈયાર નથી. અથવા મકાનમાલિક પાસે પાન કાર્ડ નથી. આવી સ્થિતિમાં, મકાનમાલિકના પાન કાર્ડ વિના, તમે ટેક્સ છૂટનો લાભ લઈ શકતા નથી. કુલ આવકમાંથી HRA બાદ કરીને કરપાત્ર આવકની ગણતરી કરવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે મકાનમાલિક પોતાનો PAN નંબર આપવા તૈયાર નથી. અથવા મકાનમાલિક પાસે પાન કાર્ડ નથી. આવી સ્થિતિમાં મકાનમાલિકના પાન કાર્ડ વિના તમે ટેક્સ છૂટનો લાભ લઈ શકતા નથી. કુલ આવકમાંથી HRA બાદ કરીને કરપાત્ર આવકની ગણતરી કરવામાં આવે છે.

અહીં ધ્યાનમાં રાખો કે જો તમારું વાર્ષિક ઘરનું ભાડું એક લાખ રૂપિયાથી વધુ છે, તો તમારે HRA ટેક્સ મુક્તિનો લાભ લેવા માટે મકાનમાલિકનું પાન કાર્ડ આપવું  આવશ્યક છે. જો તમારા મકાનમાલિક પાસે PAN કાર્ડ નથી, તો તમારે મકાનમાલિકના નામ અને સરનામાની સાથે, તમારે પાન કાર્ડ ઉપલબ્ધ ન હોવાનું ડિકલેરેશન આપવું પડશે. જો તમારું ભાડું વાર્ષિક એક લાખ રૂપિયાથી ઓછું છે  તો તમારા ભાડાની રસીદ સાથે મકાનમાલિકનો PAN નંબર આપવાનો રહેશે નહીં.

HRAએટલે શું?

હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA એ કોઈપણ પગારદાર વ્યક્તિને આપવામાં આવતું ભથ્થું છે. એમ્પ્લોયર તેના કર્મચારીને તેના મકાનનું ભાડું ચૂકવવા માટે આ ભથ્થું આપે છે. આ ભથ્થું કરપાત્ર છે. HRA પર કર મુક્તિનો લાભ ફક્ત તે જ પગારદાર વ્યક્તિ મેળવી શકે છે જેમના પગારમાં HRAનો સમાવેશ થાય છે અને તે ભાડાના મકાનમાં રહે છે. પરિવારના કોઈ સભ્યને ઘરનું ભાડું ચૂકવવામાં આવે તો પણ HRAમાંથી મુક્તિ મળશે.

ક્યારે નથી મળતો છૂટનો લાભ ?

HRA તરીકે મેળવેલી આવક માત્ર પગારદાર વ્યક્તિ દ્વારા જ ટેક્સ બચાવી શકે છે કે જેના પગારમાં HRAનો સમાવેશ થાય છે અને તે ભાડાના મકાનમાં રહે છે. પોતાનો વ્યવસાય કરનાર વ્યક્તિને HRA પર કર મુક્તિનો લાભ મળતો નથી. એવું જરૂરી નથી કે તમે HRA હેઠળ કર મુક્તિનો લાભ લેવા માટે જ મકાનમાલિકને ભાડું ચૂકવો. કર લાભો મેળવવા માટે તમે તમારા માતા-પિતાને ભાડું પણ ચૂકવી શકો છો. પરંતુ પછી માતા-પિતાએ તેને ઘર અથવા મિલકતમાંથી આવક તરીકે દર્શાવીને તેના પર આવકવેરો ભરવો પડશે. પરંતુ આ નિયમ પતિ-પત્ની સાથે લાગુ પડતો નથી, કારણ કે આવકવેરા કાયદાના નિયમો હેઠળ તેની મંજૂરી નથી.

ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ

આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 છે. આવકવેરા વિભાગે સપ્ટેમ્બરમાં ટ્વીટ કરીને માહિતી આપી હતી કે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે. પહેલા આ તારીખ 30 સપ્ટેમ્બર હતી.