Technology/ કેવી રીતે ટ્રેક થાય છે મોબાઈલ લોકેશન..શુ છે IMEI નંબર જાણો..

તમામ મોબાઈલ નંબરમાં 15 આંકડાનો IMEI નંબર આપવામાં આવે છે, જે તે મોબાઈલની ઓળખ હોય છે. તેનું આખું નામ છે ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી

Trending Tech & Auto
2 1 2 કેવી રીતે ટ્રેક થાય છે મોબાઈલ લોકેશન..શુ છે IMEI નંબર જાણો..

તમામ મોબાઈલ નંબરમાં 15 આંકડાનો IMEI નંબર આપવામાં આવે છે. જે તે મોબાઈલની ઓળખ હોય છે. તેનું આખું નામ છે ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી. આ નંબર અત્યંત ખાસ હોય છે. કેમ કે તેમાં અનેક પ્રકારની જાણકારી હોય છે. જેમ કે મોબાઈલનું મોડલ કયું છે. તેનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું છે. IMEI નંબર વિના ફોનના ઉપયોગ પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે દેશમાં લગભગ 2.5 કરોડ લોકો લાંબા સમયથી IMEI નંબર વિનાના ફોનનો ઉપયોગ કરતા હતા.

આ  નંબર મોબાઈલનું લોકેશન દર્શાવે છે
આ ખાસ પ્રકારનો નંબર મોબાઈલનું લોકેશન દર્શાવે છે. તેની મદદથી એ જાણી શકાય છે કે મોબાઈલને ઉપયોગ કરનારા યૂઝર ક્યાં છે. ફોન ચોરી કે ગુમ થવાની સ્થિતિમાં આ નંબરની મદદથી ફોનની માહિતી મેળવી શકાય છે. આ નંબર મોબાઈલની બેટરી પર લખેલું હોય છે. આ એક યૂનિક નંબર હોય છે જે દરેક ફોનમાં અલગ-અલગ હોય છે. હવે તેના ફાયદા પણ સમજી લો. IMEI નંબરનો સૌથી વધારે ફાયદો ગુનેગારોને પકડવામાં કરવામાં આવે છે. તે ઉપરાંત કોઈનો ફોન ચોરાઈ જાય તો આ નંબરની મદદથી તે ચોરને પકડી શકાય છે.

આવી રીતે  IMEI નંબર જાણો
જો તમે તમારા મોબાઈલનો IMEI નંબર જાણવા માગો છો તો ફોનથી *#06# નંબરને ડાયલ કરો. ડાયલ કર્યા પછી તમારી સ્ક્રીન પર IMEI નંબર આવી જશે. તેને લખીને સુરક્ષિત કરી લો. જો તમારી પાસે સ્માર્ટફોન છે તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તે ઉપરાંત ફોનની સેટિંગમાંથી પણ મેળવી શકાય છે. એન્ડ્રોઈડ ફોન પર IMEI નંબર જાણવા માટે સેટિંગ્સ  ઓપ્શનમાં જાઓ. તેના પછી એબાઉટ પસંદ કરો. પછી IMEI  સ્ટેટસ પર ટેપ કરો અને સ્ક્રીનની નીચે સ્ક્રોલ કરીને IMEI ની જાણકારી મેળવી શકાય છે. જો તમારી પાસે આઈફોન-5 કે આઈફોનનું લેટેસ્ટ વર્ઝન છે તો IMEI તેની બેકપેનલ પર દેખાશે. માત્ર ફોનને પાછો ફેરવો અને તેને ક્યાંક લખીને રાખી લો. આઈફોન-4એસ અને તેનાથી જૂના મોડલવાળા આઈફોન પર IMEI સિમ ટ્રે પર પ્રિન્ટ રહે છે.

15 આંકડાના IMEI નંબરમાં અનેક વાત જોડાયેલી છે. જેમ કે તેના શરૂઆતના 8 આંકડા દર્શાવે છે કે આ મોડલને ક્યાં બનાવવામાં આવ્યું છે. તેના પછી 6 આંકડામાં ડિવાઈસ સાથે જોડાયેલ જાણકારી હોય છે. અને આખરી આંકડાને મોબાઈલના સોફ્ટવેરના વર્ઝન તરીકે જોવામાં આવે છે. અને આ રીતે તૈયાર થાય છે IMEI નંબર. જેમાં મોબાઈલ સાથે જોડાયેલી અનેક મહત્વની જાણકારી હોય છે.