Not Set/ PHDની વિદ્યાર્થિની સાથે જાતિય સતામણી, પ્રોફેસરને કરાયા સસ્પેન્ડ

રાજકોટ, રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીની જાતીય સતામણી મામલે સિન્ડિકેટની બેઠક યોજાયી હતી. જેમાં પ્રેમના પાઠ ભણાવનાર પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમની ગાઈડશીપ પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રોફેસર દ્વારા સેક્સ્યુલ હેરેસમેન્ટ મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પ્રોફેસર નિલેશ પંચાલે પીએચડી કરવું હોય તો મારી ઈચ્છા પૂર્ણ કરવી […]

Top Stories Rajkot
mantavya 162 PHDની વિદ્યાર્થિની સાથે જાતિય સતામણી, પ્રોફેસરને કરાયા સસ્પેન્ડ

રાજકોટ,

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીની જાતીય સતામણી મામલે સિન્ડિકેટની બેઠક યોજાયી હતી. જેમાં પ્રેમના પાઠ ભણાવનાર પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમની ગાઈડશીપ પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રોફેસર દ્વારા સેક્સ્યુલ હેરેસમેન્ટ મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પ્રોફેસર નિલેશ પંચાલે પીએચડી કરવું હોય તો મારી ઈચ્છા પૂર્ણ કરવી પડશે તેવું વિદ્યાર્થીનીને કહેતા જાતિય સતામણીનો મામલો સામે આવ્યો હતો. જોકે જાતીય સતામણી મામલે હજુ સુધી ફરિયાદ નોંધવામાં નથી આવી જે અનેક શંકા ઉપજાવે છે.

આ સાથે જ તેની ગાઈડશીપ પણ રદ્દ કરવામાં આવી છે. જો કે સમગ્ર મામલો ગંભીર હોવા છતાં સત્તાધીશો દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ ન કરાતા અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે.તેમજ બાયો સાયન્સ વિભાગના સ્ટાફ દ્વારા પણ મૌખિક રીતે પ્રોફેસરની દાનત ખરાબ હોવાનું ઉપરાંત એક કરતા વધારે છાત્રાઓ સાથે પણ તેણે આ પ્રકારની હરકત કરી હોવાનું સામે આવ્યું છે.

જેને પગલે આજે મળેલી સિન્ડિકેટ બેઠકમાં નિલેશ પંચાલને સસ્પેન્ડ કરી તેની ગાઈડશીપ રદ્દ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પીડિતાએ જણાવ્યું હતું કે, જો યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ નહીં કરાય તો પોતે જ પોતાની રીતે પોલીસ ફરિયાદ નોંધાવશે. ત્યારે હવે આ છાત્રા ફરિયાદ નોંધાવે છે કે નહીં તે જોવું રહ્યું.