IND vs ENG/ લોર્ડસની બાલકનીથી પંત-ઇશાંત પર ભડક્યા વિરાટ, મેદાન પર જોવા મળ્યો હાઇ-વોલ્ટેજ ડ્રામા

ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી લોર્ડ્સ ટેસ્ટનાં ચોથા દિવસે છેલ્લા અડધા કલાકની રમત દરમિયાન વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને ઈશાંત શર્મા સામે ગુસ્સામાં જોવા મળ્યા હતા.

Sports
લોર્ડસની

ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી લોર્ડસની ટેસ્ટનાં ચોથા દિવસે છેલ્લા અડધા કલાકની રમત દરમિયાન વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને ઈશાંત શર્મા સામે ગુસ્સામાં જોવા મળ્યા હતા. જણાવી દઇએ કે, રિષભ અને ઇશાંતે નબળી લાઇટ હોવા છતાં બિનજરૂરી બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. વિરાટને આ વાત બિલકુલ પસંદ ન આવી અને તેણે લોર્ડ્સની બાલ્કનીથી ગુસ્સામાં ઇશારો કરતા પોતાનો ગુસ્સો દર્શાવ્યો હતો.

1 134 લોર્ડસની બાલકનીથી પંત-ઇશાંત પર ભડક્યા વિરાટ, મેદાન પર જોવા મળ્યો હાઇ-વોલ્ટેજ ડ્રામા

આ પણ વાંચો – Cricket / લોર્ડ્સનાં મેદાન પર ફિલ્ડિંગ કરી રહેલા રાહુલ પર દર્શકોએ ફેંક્યા શેમ્પેઈનનાં ઢાંકણ અને પછી…

આપને જણાવી દઇએ કે, છેલ્લા એક કલાકની રમત દરમિયાન, મેચમાં ભારતની સ્થિતિ નબળી દેખાઇ રહી હતી. પ્રથમ પૂજારા 45 રન કર્યા બાદ આઉટ થયો હતો. આ પછી, 61 રનનાં વ્યક્તિગત સ્કોર પર વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે પણ મોઈન અલીનો શિકાર બન્યો હતો અને વિકેટની પાછળ જોસ બટલરે તેનો કેચ પકડ્યો હતો. આ પછી, નવા બેટ્સમેન રવિંદ્ર જાડેજા કોઇ ખાસ યોગદાન આપી શક્યો નહી. મોઈન અલીએ તેને બોલ્ડ કર્યો હતો. અહીંથી ભારત માટે મેચ બચાવવી ખૂબ મુશ્કેલ લાગી રહી હતી. દિવસની રમત પૂરી થવામાં હજુ આઠ ઓવર બાકી હતી. આવી સ્થિતિમાં, ભારત ઇચ્છી રહ્યુ છે કે, સોમવારે બેટિંગ કરવા તે આવશે અને મેચ ડ્રો પર પૂર્ણ કરવા માટે શક્ય તેટલો સમય બગાડશે. રમતનાં છેલ્લા હાફ દરમિયાન મેદાન પર લાઇટિંગનું સ્તર ખૂબ જ ખરાબ હતું પરંતુ રિષભ પંત અને નવો બેટ્સમેન ઇશાંત શર્માએ તેમ છતા બેટિંગ ચાલુ રાખી હતી. વિરાટને આ વાત પસંદ ન પડી અને તે લોર્ડ્સની બાલ્કનીમાં ઉભા થઇને પંત અને ઈશાંતને બૂમો પાડી અને તેમના પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

1 135 લોર્ડસની બાલકનીથી પંત-ઇશાંત પર ભડક્યા વિરાટ, મેદાન પર જોવા મળ્યો હાઇ-વોલ્ટેજ ડ્રામા

આ પણ વાંચો – નવી દિલ્હી / નીરજ ચોપડાએ હૉસ્પીટલમાંથી લખ્યો આ ઇમૉશનલ મેસેજ, કૉચ-ડૉક્ટર-દેશવાસીઓનો માન્યો આ રીતે આભાર

વિરાટ કોહલી બાદ, વરિષ્ઠ બેટ્સમેન રોહિત શર્મા પણ ઉભો થઇ ગયો અને તેમણે પણ પંત અને ઇશાંતને અમ્પાયર પાસે જઈને નબળા પ્રકાશનો ઉલ્લેખ કરવાનું કહ્યું. જો કે વિરાટનું આ વલણ જોઇને પંત અને ઇશાંત પણ સમજી ગયા કે હવે શું કરવુ અને આખરે વિરાટનું ગુસ્સે થવુ સફળ થયુ હતુ. લાઈટ મીટરથી લાઈટ લેવલ ચેક કર્યા બાદ મેચ તુરંત જ રોકી દેવામાં આવી હતી. દિવસની રમતનાં અંતે ભારતે છ વિકેટે 181 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિગ્સનાં આધારે ઈંગ્લેન્ડની 27 રનની લીડને જોતા ભારત પાસે હવે માત્ર 154 રનની લીડ છે.