સેનેટરે કર્યું તસતસતું ચુંબન/ હિલેરી ક્લિન્ટનની સહયોગીએ કહ્યું, સેનેટરે મને કોફી પર બોલાવી તસતસતું ચુંબન કરી લીધું

તેના નવા પુસ્તકમાં હુમા આબેદીએ જણાવ્યું હતું કે, એક જાણીતા સેનેટરે તેણીને કોફી માટે તેના ઘરે આમંત્રિત કર્યા હતા, પછી તેણીની પરવાનગી વિના અચાનક તેણીને તસમસતું ચુંબન કર્યું હતું.

Top Stories World
HUMA ABEDIN SEX ASSULTS હિલેરી ક્લિન્ટનની સહયોગીએ કહ્યું, સેનેટરે મને કોફી પર બોલાવી તસતસતું ચુંબન કરી લીધું

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનની સહાયક હુમા આબેદીએ અમેરિકી સાંસદ પર વાંધાજનક કૃત્ય કરવાનો આરોપ લગાવ્યો છે. તેના નવા પુસ્તકમાં હુમા આબેદીએ જણાવ્યું હતું કે, એક જાણીતા સેનેટરે તેણીને કોફી માટે તેના ઘરે આમંત્રિત કર્યા હતા, પછી તેણીની પરવાનગી વિના અચાનક તેણીને તસમસતું ચુંબન કર્યું હતું. હુમા આબેદીએ  “બોથ/એન્ડઃ એ લાઇફ ઇન મેની વર્લ્ડ” નામનું પુસ્તક લખ્યું છે જેમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હુમા ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનની ખૂબ નજીક છે. હિલેરી હુમા પર એટલો ભરોસો કરતી હતી કે એક વખત તેણે હુમાને તેની બીજી દીકરી પણ કહી દીધી હતી.

અમેરિકી ધારાસભ્યના વર્તનથી હુમાને આઘાત લાગ્યો હતો કારણ કે તે તેની સાથે ખૂબ જ સહજતા અનુભવતી હતી. પરંતુ ઘટના બાદ તરત જ હુમા સાંસદના ઘરની બહાર આવી ગઈ હતી. આ ઘટના 2000ના દાયકાની છે. હુમાએ સેનેટરનું નામ જાહેર કર્યું નથી. 45 વર્ષની હુમાએ એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું,  ‘તેણે ખૂબ જ આશ્ચર્યજનક રીતે કિસ કરી હતી.’ મને ખબર ન હતી કે આવી ઘટનાનો સામનો કેવી રીતે કરવો. મેં ઘટનાને દબાવી દીધી હતી અને આ મારો અંગત અભિપ્રાય છે.

હુમાએ જણાવ્યું કે આ ઘટના બાદ સેનેટરે લાંબા સમય સુધી માફી માંગી હતી અને ખાતરી કરવાનો પ્રયાસ કર્યો કે હું ઠીક છું. ત્યારબાદ અમારી વચ્ચેના સંબંધો સામાન્ય થઈ ગયા છે.