Photos/ 500 વર્ષ પહેલાનો વિચિત્ર રિવાજ, માણસની કરોડરજ્જુના હાડકાને લાકડામાં પરોવવામાં આવતા હતાં, જાણો કેમ

લેટિન અમેરિકાના પેરુમાં પુરાતત્વવિદોને કેટલીક એવી કબરો મળી છે, જેની અંદર માનવ કરોડના હાડકાં લાકડામાં પરોવવામાં આવ્યા હતા.

Top Stories Trending Photo Gallery
લેટિન અમેરિકાના પેરુમાં પુરાતત્વવિદોને કેટલીક એવી કબરો મળી છે, જેની અંદર માનવ કરોડના હાડકાં લાકડામાં પરોવવામાં આવ્યા હતા.

લેટિન અમેરિકાના પેરુમાં પુરાતત્વવિદોને કેટલીક એવી કબરો મળી છે, જેની અંદર માનવ કરોડના હાડકાં લાકડામાં પરોવવામાં આવ્યા હતા. જેમ કે કરોડરજ્જુ ના હાડકાં, લટકતા હોય છે. માથાનું હાડપિંજર પણ કેટલાક લાકડાના ઉપરના ભાગમાં જોડાયેલું હતું. લગભગ 192 આવા કરોડરજ્જુના હાડકાં મળી આવ્યા છે, જેને ખીણમાં બનેલી કબરોમાંથી કાઢવામાં આવ્યા છે.

Human Spines threaded Peru
આ શોધ અંગેનો અહેવાલ હાલમાં જ એન્ટિક્વિટી જર્નલમાં પ્રકાશિત થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ ખૂબ જ વિચિત્ર પ્રથા હતી. ન જાણે શા માટે માનવીની કરોડરજ્જુના હાડકાં આ રીતે કાઢીને લાકડામાં રાખવામાં આવી હતી. આ તમામ કરોડરજ્જુના હાડકાં પેરુની રાજધાની લિમાથી 200 કિમી દક્ષિણમાં સ્થિત ચિંચા ખીણમાંથી મળી આવ્યા છે.

Human Spines threaded Peru

એવું કહેવાય છે કે જ્યારે યુરોપિયનોએ આ ખીણ પર હુમલો કર્યો ત્યારે અહીંના લોકો ભૂખ અને બીમારીઓથી માર્યા ગયા હતા. યુરોપિયન ડાકુઓ અને શાસકોએ તેમને બળપૂર્વક લૂંટી લીધા હતા. કબરોમાં પડેલા મૃતદેહોમાંથી દાગીના-ઝવેરાત અને કિંમતી ચીજવસ્તુઓ પણ બહાર કાઢવામાં આવી હતી. લૂંટના સમયે તે મૃતદેહો અને તેમના હાડપિંજરને વિકૃત કરતા હશે.

Human Spines threaded Peru
તેથી, ચિંચા ખીણના બચી ગયેલા લોકો કબરોમાં હાજર વિકૃત મૃતદેહોને ઠીક કરવા માટે તેમના પૂર્વજોના હાડકાંને ઠીક કરતા હશે.  એટલા માટે તે લાકડામાં કરોડરજ્જુના હાડકાં નાખીને તેના પર માથાનું હાડપિંજર મૂકીને કબરમાં પાછું દબાવી દેતા હશે. આજે ફરી એ જ કબર ખોદવામાં આવી ત્યારે આ અજીબો-ગરીબ પ્રથા ખબર પડી.

Human Spines threaded Peru

 

 

પુરાતત્વવિદોના મતે 1533માં ચિંચા ખીણની વસ્તી 30 હજારની આસપાસ હતી. પરંતુ 500 વર્ષમાં અહીંની વસ્તી ઘટીને માત્ર 979 થઈ ગઈ. જ્યારે તેમના લોકો મૃત્યુ પામ્યા, ત્યારે તેઓને સોના વગેરે જેવી કિંમતી વસ્તુઓ સાથે દફનાવવામાં આવ્યા. કબરોમાંથી મળેલા 192 કરોડરજ્જુના હાડકાં ઇ. સ. 1450 થી 1650 ની વચ્ચેના છે. આ તે સમય હતો જ્યારે યુરોપિયનોએ આ વિસ્તાર પર હુમલો કર્યો અને ઘરો અને કબરોનો નાશ કર્યો.

Human Spines threaded Peru
આ અભ્યાસમાં સામેલ ડો.જેકબ બોંગર્સે જણાવ્યું કે લૂંટની પ્રથા જૂની છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈપણ જગ્યાએ ઘુસણખોરી કરે છે અથવા હુમલો કરે છે, ત્યારે તે આ કામ પહેલા કરે છે. યુરોપિયન લૂંટારાઓએ સોના-ચાંદીની વસ્તુઓની ચોરી કરવામાં કોઈ કસર છોડી ન હતી. તેઓએ કબરો પણ ખોદી નાખી. તેનો ઉદ્દેશ્ય આ વિસ્તારના સ્થાનિક લોકોને, તેમની પરંપરાને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો હતો.

Human Spines threaded Peru
મૃતદેહોને બહાર કાઢવા માટે, સ્થાનિક લોકો કરોડરજ્જુના હાડકાં લાકડામાં પરોવે છે. અને તેને કબરોમાં પાછી મૂકી દે છે. જેથી તેમના પૂર્વજોને શાંતિ મળે. પરંતુ તે સમયે તેઓ હાડપિંજર વિશે વધુ જાણતા ન હતા, તેથી કેટલાકમાં કરોડના હાડકા સીધા છે, કેટલાકમાં ઉંધા છે. કેટલાક અવ્યવસ્થિત રીતે મૂકવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો મૃતદેહો અને તેમના અવશેષોને યોગ્ય રીતે રાખવા માંગતા હતા.

Human Spines threaded Peru

ડો. જેકબે જણાવ્યું કે ઉદાહરણ તરીકે ઈન્કન બાળકોના બલિ સમયે એ નોંધવામાં આવતું કે, તેમના શરીરમાંથી લોહી ન નીકળવું જોઈએ. આથી તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. અથવા જીવતા દફનાવવામાં આવ્યા હતા. હેતુ એ હતો કે જો સૂર્યને યોગ્ય રીતે યજ્ઞ ન કરવામાં આવે એટલે કે કંઈક અર્પણ કરવામાં ન આવે તો કંઈપણ સિદ્ધ થશે નહીં. અટાકામા રણમાં રહેતા ચિંચોરો સમુદાયના લોકોની પણ આવી જ હાલત હતી. તેઓ તેમના મૃતદેહોને સુરક્ષિત રાખવા માટે મમી બનાવતા હતા.

Human Spines threaded Peru

 

ચિંચોરો સમુદાયના લોકો પણ મૃતદેહોના હાડકાં સાથે લાકડા બાંધતા હતા અથવા કરોડરજ્જુના હાડકાને લાકડામાં પરોવતા હતા.  જે અવશેષો મળ્યા છે તેના પરથી જાણવા મળે છે કે તેની શરૂઆત ચિંચા ખીણમાં જ થઈ હતી. મૃતદેહોને સારી સ્થિતિમાં રાખવા માટે તે પીઠના હાડકાના લાકડાંમાં પરોવીને તેને સીધું કરીને પાછા કબરમાં દફનાવતા હતા. દક્ષિણ અમેરિકામાં પ્રાચીન સમયમાં અંતિમ સંસ્કારની આ પદ્ધતિ હતી.

ગુપ્ત નવરાત્રિ / 3જી ફેબ્રુઆરીએ શુભ યોગમાં દેવી પાર્વતીની પૂજા કરો અને આ કાર્યથી ઘરમાં સુખ, સમૃદ્ધિ જળવાઈ રહેશે

આસ્થા / ભગવાન ગણેશની પીઠના દર્શન કેમ ન કરવા જોઈએ

ગુપ્ત નવરાત્રી / ગુપ્ત સિદ્ધિઓ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિમાં આ 10 મહાવિદ્યાઓની કરો પૂજા

ગુપ્ત નવરાત્રી / બુધાદિત્ય યોગમાં શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, આ 9 દિવસોમાં કયો દિવસ રહેશે શુભ

Life Management / ટાપુ પર રહેતા ગીધને વૃદ્ધ ગીધે આપી સલાહ, પરંતુ આ યુવા ગીધોએ સલાહ ના સાંભળી અને  પરિણામ..