સુરત/ માનવતા મરી પરવારી ! તરસાડીમાં તાજી જન્મેલી બાળકી મળતા મચ્યો ખળભળાટ

સુરતના તરસાડીમાં તાજી જન્મેલી બાળકી મળતા ખળભળાટ મચ્યો છે. તાજી જન્મેલી બાળકી કુંવરદા બ્રિજ નજીકથી મળી આવી. બ્રિજની નજીક કોઈ શખ્સ બાળકીને મૂકી જતું રહ્યું.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 06 16T161406.398 માનવતા મરી પરવારી ! તરસાડીમાં તાજી જન્મેલી બાળકી મળતા મચ્યો ખળભળાટ

Surat News : સુરતના તરસાડીમાં તાજી જન્મેલી બાળકી મળતા ખળભળાટ મચ્યો છે. તાજી જન્મેલી બાળકી કુંવરદા બ્રિજ નજીકથી મળી આવી. બ્રિજની નજીક કોઈ શખ્સ બાળકીને મૂકી જતું રહ્યું. જો કે આ બાળકી મૃત હોવાનું સામે આવતા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.

કુંવરદા બ્રિજ નજીકથી તાજી જન્મેલી બાળકી મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અજાણી વ્યક્તિ મૃત બાળકીને મુકી ફરાર થઈ ગયો. મૃત બાળકીને કોઈ જાહેરમાં મૂકીને જતુ રહેવાનું સામે આવતા પોલીસે આ ઘટનાને લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આખરે એવી કઈ વ્યક્તિ છે જેના દિલમાં દયા નથી. એવું કોણ છે આખરે જે બાળકીને મૂકીને જતું રહ્યું. આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરશે કે બાળકીને કેટલા સમય પહેલા મૂકવામાં આવી. તેમજ તબીબ તપાસ દ્વારા એ પણ તપાસ કરાશે કે બાળકી કયારે મૃત્યુ પામી. લોકો આધુનિક બની રહ્યા છે પરંતુ આધુનિકતાના દેખાડામાં માનવતા મરી પરીવારી છે. તાજી જન્મેલી બાળકીને છોડી દેતાં કેવી રીતે જીવ ચાલ્યો?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાંથી યુવકની નીચે છલાંગ, કારણ જાણવા પોલીસ કરશે તપાસ

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો:અમદાવાદમાં ફરી એકવાર દાસના ખમણમાં જીવાત નીકળતા ચકચાર