Not Set/ અહીં વાવાઝોડાએ કર્યું બાજરીના પાકમાં નુકશાન : સરકાર પાસે મદદની આશ

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકામાં બે દિવસ પહેલા ભારે પવન અને વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે તાલુકાના અનેક ગામોમાં બાજરીના ઉભા પાક ઢળી પડતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Gujarat Others
gargle 6 અહીં વાવાઝોડાએ કર્યું બાજરીના પાકમાં નુકશાન : સરકાર પાસે મદદની આશ

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકામાં બે દિવસ પહેલા ભારે પવન અને વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે તાલુકાના અનેક ગામોમાં બાજરીના ઉભા પાક ઢળી પડતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મંતવ્ય ન્યૂઝની ટીમે ખાસ કરીને સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામની મુલાકાત લીધી હતી ત્યારે તાલુકાના સમોડા, ખોલવાડા સહિતના કેટલાક વિસ્તારોમાં પવનના કારણે બાજરીનો તૈયાર થયેલો પાક ઢળી પડ્યો હતો. ત્યારે આ નુકશાન ને લઈ સરકાર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય કરે તેવી ખેડૂતોની માગ ઉઠવા પામી છે.

સિદ્ધપુર તાલુકો ખેતી આધારિત હોઈ હાલમાં તાલુકામાં ઉનાળામાં સૌથી વધુ બાજરી અને જુવાર તેમજ ઘાસચાળાનું વાવેતર થાય છે ત્યારે ચાલુ સાલું સિદ્ધપુર તાલુકામાં બાજરી 1150 હેક્ટર અને ઘાસચાળો 1650 તેમજ શાકભાજી 130 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે ગત બે ગુરુવારના રોજ મોડી રાત્રે આવેલા ભારે પવન અને વાવાઝોડા સાથેના વરસાદના કારણે બાજરીનું વાવેતર કરેલા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામે મંતવ્ય ન્યૂઝની ટિમ પહોંચી હતી આ ગામમાં અંદાજિત 65 થી 70 હેક્ટરમાં બાજરીનું વાવેતર તેમજ 40 થી 45 હેક્ટરમાં ઘાસચારા નું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં વાવાઝોડા અને વરસાદના કારણે 40 % ટકા જેટલું નુકશાન જોવા મળી રહ્યું છે.

જોકે વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે ખેડૂતોને અનેકગણું નુકસાન થયું હતું. આ વર્ષે બિયારણ અને ખાતરના ભાવ પણ ડબલ થઈ ગયા છે, તેવામાં મોંઘાદાટ બિયારણ અને ખાતર લાવીને ખેડૂતોએ દિવસરાત મજૂરી કરી બાજરીનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ હવે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો વાવાઝોડાના કારણે છીનવાઈ જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ગત ગુરુવારની મોડી રાત્રિએ આવેલા વાવાઝોડાના કારણે બાજરીનો પાક ધરાશાયી થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જેને લઇ સરકાર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય કરે તેવી ગામના સરપંચ અને ખેડૂતો માંગ કરી રહયા છે.