બરફના તોફાન/ ‘ડાર્સી’તોફાનનો આતંક : જર્મનીમાં જનજીવન હતપ્રત, જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર

જર્મનીમાં સફેદ સંકટ છવાયુ છે. જર્મનીમાં ડાર્સી તોફાનના આતંકથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. જબરજસ્ત ઠંડી હવાઓ સાથે થઇ રહેલી હિમવર્ષાને લીધે તાપમાનનો પારો માઇનસમાં પહોચી ગયો છે.

Top Stories World Trending
Blizzard in germany ‘ડાર્સી’તોફાનનો આતંક : જર્મનીમાં જનજીવન હતપ્રત, જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર

જર્મનીમાં સફેદ સંકટ છવાયુ છે. જર્મનીમાં ડાર્સી તોફાનના આતંકથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. જબરજસ્ત ઠંડી હવાઓ સાથે થઇ રહેલી હિમવર્ષાને લીધે તાપમાનનો પારો માઇનસમાં પહોચી ગયો છે. તો રસ્તાઓ પર ત્રણ મીટર ઉંચા બરફના થર જામી ગયા છે. જેને લીધે અનેક અકસ્માતો પણ થયા છે. તેની સાથે જર્મનીમાં ટ્રેન વ્યવહાર પણ રોકી દેવામાં આવ્યો છે.

Image result for Blizzard in germany

જર્મનીમાં જનજીવન હતપ્રત
છવાયો ‘ડાર્સી’તોફાનનો આતંક
જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર

રસ્તા પર બરફ.., કાર પર બરફ.., ઝાડ પર બરફ.., જર્મનીમાં જ્યાં જૂઓ ત્યાં સફેદ બરફની ચાદર છવાઇ ગઇ છે. હાલના દિવસોમાં ભારેહિમવર્ષાના કારણે જાણે કે જર્મનીનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. જર્મનીના મોટાભાગના વિસ્તારોમાં પાંચથી છ ફૂટ જેટલો બરફ જામ્યો છે. જેના લીધે રસ્તા પર વાહનોને ચાલવું પણ મુશ્કેલ બન્યુ છે.

Image result for Blizzard in germany

ભારે હિમવર્ષાને લીધે જર્મની હાડથીજાવતી ઠંડીનો સામનો કરી રહયુ છે. હાલત એવી છે કે, રેલ્વેટ્રેક પણ બરફ નીચે દબાઇ ગયા છે. ચારે તરફ માત્ર બરફ જ બરફનો નઝારો જોવા મળી રહયો છે. જેનાથી સ્થાનિક લોકોની મુસીબતો વધી ગઇ છે. જર્મનીમાં આવેલા ડાર્સી બર્ફિલા તોફાનને લીધે તાપમાન માઇનસમાં જતુ રહયુ છે.

મોટાભાગના સ્થળો પર બરફના મોટા મોટા થર જામતા. મધ્ય અને ઉત્તર જર્મનીમાં કેટલીય ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. ઉત્તર અને પશ્ચિમ જર્મનીમાં ફૂંકાયેલા તેજ પવનો અને બરફના વાવાઝોડાને લીધે અનેક અકસ્માતો પણ થયા છે. બર્ફિલા રસ્તાને લીધે અનેક લોકો પણ ઘાયલ થયા છે. જર્મનીના હવામાન વિભાગે હજુ લોકોને ઘરોમાં રહેવાની સુચના આપી છે. તો અધિકારીઓ બેઘર લોકોને ઠંડીમાંથી ગરમ આશ્રય પર લઇ જઇ રહયા છે.

Image result for Blizzard in germany

નેશનલ રેલ ઓપરેટર ડોયચે મુજબ હૈમ્બર્ગ, અને હનોવરની વચ્ચે  મુખ્ય રેલ્વેલાઇન, બર્લિન અને પશ્ચિમ વિભાગના રેલ્વે ટ્રેક અને વિજળીની લાઇનો પર ભારે હિમવર્ષાને પગલે ટ્રેનો રદ કરાઇ છે. રાઇન-વેસ્ટફેલિયાના પશ્ચિમિ રાજયમાં ખરાબ હવામાનના કારણે ૨૨૨ જેટલા અકસ્માતો થયા છે. જેમાંથી ૩૦થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો મુંસ્ટર વીસ્તારના પુર્વ વેસ્ટફેલિયામાં રાત્રીના આઠ વાગ્યા પછી ટ્રક ચલાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

જર્મનીના પશ્ચિમી શહેર મુંસ્ટરમાં એટલી ભયંકર હિમવર્ષા થઇ છે કે, એમ્બ્યુલન્સ પણ ચલાવી શકાય તેમ નથી. અને તમામ સાર્વજનિક વાહનો બંધ કરી દેવામાં આવ્યા છે. અહી ૩૦ સેન્ટિમિટરથી લગભગ ૧૨ ઇંચથી વધારે બરફવર્ષા થઇ છે. તો કેટલાક વિસ્તારોમાં ત્રણ મીટર કરતાં વધારે બરફ જમા થયો છે. અને હજુ બરફવર્ષા થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જયારે હેગનમાં એક સર્કસ તંબુ વજનથી ઝુકી જતાં અનેક જાનવરો નિચે દટાયા છે.

Image result for Blizzard in germany

જયારે જર્મનીનો પશ્ચિમ વીસ્તાર બરફથી થીજી રહ્યો હતો. ત્યારે દક્ષિણ જર્મનીમાં સામાન્ય તાપમાનની લોકો મજા લઇ રહયા હતા. આર્કટિકથી ઉત્તર જર્મની સુધી બરફીલી હવાઓને ધકેલનારા ધ્રુવિય ચક્રાવાતને લીધે અસમાન્સ હવામાન અને તાપમાન નિચે થઇ રહયુ છે. ખાસ કરીને નેધરલેન્ડમાં મોટાભાગનો વિસ્તાર બરફથી ઢંકાયેલો છે. જેનાથી સરકારની અનેક બેઠકો રદ્દ કરી દેવાઇ છે. અને ટ્રન વ્યવહાર પર પણ બ્રેક મારી દેવાઇ છે. તો એમ્સ્ટર્ડમના શિફોલ હવાઇમથકે પણ મુસાફરોને ચેતવણી આપવામાં આવી છે કે ગમે ત્યારે ફલાઇટો રદ્દ થઇ શકે છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…