Not Set/ વાવાઝોડું હવે માત્ર 60 KM દુર, ગીર-સોમનાથમાં દરિયો બન્યો ગાંડોતુર

હવામાન વિભાગે આ વાવાઝોડા ને ,અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન’જાહેર કર્યું છે. રાજ્યમાં ગ્રેટ ડેન્જરનું એલર્ટ આપવામાં આવ્યું છે. તાઉ-તે વાવાઝોડાના પગલે દીવમાં 100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તો ગીર સોમનાથમાં પણ કોડીનાર પાસે બંદરમાં દરિયાએ રોદ્રસ્વરૂપ ધારણ કર્યું હોય તેમ મોજા ઉછળી રહ્યાં છે. 

Top Stories Gujarat
kachbo 8 વાવાઝોડું હવે માત્ર 60 KM દુર, ગીર-સોમનાથમાં દરિયો બન્યો ગાંડોતુર

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ”તાઉ-તે” સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે.  તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરે 05:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 60 કિ.મી. દૂર સ્થિત છે.
”તાઉ-તે” વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155 થી 165 કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

હવામાન વિભાગે આ વાવાઝોડા ને ,અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન’જાહેર કર્યું છે. રાજ્યમાં ગ્રેટ ડેન્જરનું એલર્ટ આપવામાં આવ્યું છે. તાઉ-તે વાવાઝોડાના પગલે દીવમાં 100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તો ગીર સોમનાથમાં પણ કોડીનાર પાસે બંદરમાં દરિયાએ રોદ્રસ્વરૂપ ધારણ કર્યું હોય તેમ મોજા ઉછળી રહ્યાં છે.

નવસારી જિલ્લામાં વાવાઝોડા ની અસર થઈ શરૂ ચુકી છે. દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. દરિયામાં લાંબા મોજા ઉછળતાં દરિયો તોફાની બન્યો છે. બોટી માછીવાડ ઉમરાટ જેવા ગામોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકિનારે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.