Not Set/ હૈદરાબાદ દુષ્કર્મ-હત્યા/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ, દુષ્કર્મનાં આરોપીઓને દયાની અરજીનો અધિકાર નથી

હૈદરાબાદ સામૂહિક દુષ્કર્મનાં આરોપીઓનાં એન્કાઉન્ટર બાદ હવે દરેકની નજર નિર્ભયા કેસ પર છે. 16 ડિસેમ્બરે આ ઘટનાનાં સાત વર્ષ પૂરા થશે. આ કેસમાં દોષીત વિનય શર્માની દયા અરજીની ફાઇલ ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી છે. રાષ્ટ્રપતિની તરફથી એક ટિપ્પણી પણ સામે આવી, જે પછી ટૂંક સમયમાં આ મામલે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવાની સંભાવનાઓ […]

Top Stories India
images 2019 12 06T163055.470 હૈદરાબાદ દુષ્કર્મ-હત્યા/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ, દુષ્કર્મનાં આરોપીઓને દયાની અરજીનો અધિકાર નથી

હૈદરાબાદ સામૂહિક દુષ્કર્મનાં આરોપીઓનાં એન્કાઉન્ટર બાદ હવે દરેકની નજર નિર્ભયા કેસ પર છે. 16 ડિસેમ્બરે આ ઘટનાનાં સાત વર્ષ પૂરા થશે. આ કેસમાં દોષીત વિનય શર્માની દયા અરજીની ફાઇલ ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી છે. રાષ્ટ્રપતિની તરફથી એક ટિપ્પણી પણ સામે આવી, જે પછી ટૂંક સમયમાં આ મામલે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.

શુક્રવારે રાજસ્થાનનાં સિરોહીમાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે કહ્યું, ‘મહિલાઓની સુરક્ષા આજે એક ગંભીર બાબત છે. પોસ્કો એક્ટ હેઠળ દુષ્કર્મનાં દોષી ઠેરેલાને દયાની અરજી કરવાનો અધિકાર નથી. સંસદે દયા અરજીની આકારણી કરવાની જરૂર છે.’ આપને જણાવી દઇએ કે જો નિર્ભયા દોષીઓની દયા અરજી નામંજૂર કરવામાં આવે તો 2004 પછી દેશમાં એવો પ્રસંગ આવશે જ્યારે દુષ્કર્મનાં દોષીઓને ફાંસીની સજા આપવામાં આવી શકે છે.

ગૃહ મંત્રાલય દ્વારા 2012 માં સામૂહિક દુષ્કર્મનાં દોષી વિનય શર્માની દયા અરજી ફાઇલ પણ રાષ્ટ્રપતિને મોકલવામાં આવી છે. મંત્રાલય તરફથી આ દયા અરજી નામંજૂર કરવા દરખાસ્ત કરવામાં આવી છે. દિલ્હી સરકાર અને દિલ્હી વતી સીએમ અરવિંદ કેજરીવાલે પણ રાષ્ટ્રપતિને દયા અરજીને રદ કરવાની અપીલ કરી છે. હૈદરાબાદનાં આરોપીઓનાં એન્કાઉન્ટર બાદ નિર્ભયાની માતાએ કહ્યુ કે, છેલ્લા સાત વર્ષથી તે 2012 માં ઉભી છે અને તેમ છતાં તેની પુત્રી માટે રાક્ષસો જેવુ વર્તન કરનાર બદમાશો હજુ જીવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, નિર્ભયા સામૂહિક દુષ્કર્મમાં સામેલ આરોપીને પકડવા છ દિવસનો સમય લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.