National/ હું મંદિર જાઉં છું કારણ કે હું હિંદુ છું, કોઈને વાંધો ન હોવો જોઈએ: CM કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે તેઓ મંદિરમાં એટલા માટે જાય છે કારણ કે તેઓ હિંદુ છે અને કોઈને તેની સામે વાંધો ન હોવો જોઈએ.

Top Stories India
મંદિર જાઉં છું કારણ કે હું હિંદુ છું, કોઈને વાંધો ન હોવો જોઈએ: CM કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે તેઓ મંદિરમાં એટલા માટે જાય છે કારણ કે તેઓ હિંદુ છે અને કોઈને તેની સામે વાંધો ન હોવો જોઈએ. અહીં બે દિવસની મુલાકાતે પહોંચેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે શું તેઓ મંદિરની મુલાકાત લઈને ‘સોફ્ટ હિન્દુત્વ’નો સંદેશ આપી રહ્યા છે.

કેજરીવાલે કહ્યું, શું તમે મંદિર જાઓ છો? હું પણ મંદિર જાઉં છું. મંદિરમાં જવામાં કંઈ ખોટું નથી. જ્યારે તમે અહીં જાઓ છો ત્યારે તમને શાંતિનો અનુભવ થાય છે. તેમને શું વાંધો છે? શા માટે કોઈ વાંધો હોવો જોઈએ? હું મંદિરમાં જાઉં છું કારણ કે હું હિન્દુ છું. મારી પત્ની ગૌરીશંકર મંદિરે જાય છે.” ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નિવેદન વિશે પૂછવામાં આવ્યું કે આમ આદમી પાર્ટી (AAP) તીર્થયાત્રાઓને પ્રાયોજિત કરવા જેવી દરિયાકાંઠાના રાજ્ય ગોવાની યોજનાઓની નકલ કરી રહી છે, કેજરીવાલે દાવો કર્યો કે તેઓ કોઈની નકલ નથી કી રહ્યા. જો કે હકીકતમાં કેટલાક રાજ્યો તેમની પાર્ટીની નકલ કરી રહ્યા છે.

વધુમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, હું કહેવા માંગુ છું કે પ્રમોદ સાવંત અમારી નકલ કરી રહ્યા છે. જ્યારે મેં કહ્યું કે અમે વીજળી મફત આપીશું તો તેઓએ પાણી મફત આપ્યું. જ્યારે મેં કહ્યું કે અમે રોજગાર ભથ્થું આપીશું, ત્યારે તેમણે લગભગ 10,000 નોકરીઓની જાહેરાત કરી, અને જ્યારે મેં તીર્થયાત્રાની વાત કરી ત્યારે તેમણે તેમની યોજના જાહેર કરી.

હવામાન / અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન, માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના

દ્વારકા / પાક.ની ફરી નાપાક હરકત, ફિશિંગ બોટ પર કર્યું ફાયરીગ, એક માછીમારનું મોત

ગજબ છે ..! / અનોખું ગામ જ્યાં મહિલાઓના વાળ તેમની લંબાઈ કરતા વધુ લાંબા હોય છે

Technology / ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વોટ્સએપ વેબ ચાલી શકશે, આ રીતે કરો કનેક્ટ

ગજબ છે ..! / રેલવે સ્ટેશન કે એરપોર્ટ?  અહીની વિશ્વકક્ષાની સુવિધાઓ જોઈ ચોક્કસથી આંખો અંજાઈ જશે

World / ડ્રેગન બનાવી રહ્યું છે ખતરનાક જૈવિક હથિયાર, વિશ્વ માટે ઘાતક સાબિત થઇ શકે છે