Cricket/ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઈન્ઝમામ-ઉલ-હકે કહ્યુ- મને હાર્ટ એટેક નથી આવ્યો

ઇન્ઝમામ ઉલ હકે કહ્યુ કે, હુ હોસ્પિટલમાં નિયમિત ચેક અપ માટેે ગયો હતો, પરંતુ ત્યા ટેસ્ટ કર્યા બાદ ખબર પડી કે ધમમની બ્લોકેજ છે પણ હા મને હાર્ટ એટેક આવ્યો નથી.

Sports
11 277 હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઈન્ઝમામ-ઉલ-હકે કહ્યુ- મને હાર્ટ એટેક નથી આવ્યો

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકને સોમવારે હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા બાદ લાહોરમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાનુ સામે આવ્યુ હતુ. જો કે એક દિવસ પછી, દિગ્ગજ ક્રિકેટરે સ્પષ્ટતા કરી છે કે તેને “હાર્ટ એટેક આવ્યો નથી” તે નિયમિત ચેક-અપ માટે હોસ્પિટલમાં ગયો હતો જ્યાં ડોક્ટરોએ તેને ધમની બંધ હોવાથી એન્જીયોપ્લાસ્ટી કરાવવાનું કહ્યું હતું.

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાન ક્રિકેટ માટે વધુ એક Bad News, વસીમ ખાને PCB નાં CEO પદેથી આપ્યું રાજીનામું

ઇન્ઝમામે તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમા તેમણે કહ્યુ કે, તે પેટમાં દુખાવાને કારણે હોસ્પિટલમાં ગયો હતો અને નિયમિત તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેને ધમની બ્લોકેજ છે. ઇન્ઝમામે કહ્યું, હું મારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા માટે પાકિસ્તાન અને વિશ્વભરમાં દરેકનો આભાર માનું છું. હું પાકિસ્તાનનાં લોકો અને વિશ્વભરનાં ક્રિકેટરોનો આભાર માનું છું જેમણે તેમની શુભેચ્છાઓ મોકલી. પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કેપ્ટને આગળ કહ્યું, મેં રિપોર્ટ જોયો કે મને હાર્ટ એટેક આવ્યો છે. મને હાર્ટ એટેક આવ્યો ન હતો. હું નિયમિત ચકાસણી માટે મારા ડોક્ટર પાસે ગયો હતો, જેમણે કહ્યું કે તે એન્જીયોગ્રાફી કરવા માંગે છે. એન્જીયોગ્રાફી દરમિયાન, તેમણે જોયું કે મારી ધમની બ્લોક થઈ ગઈ છે તેથી તેમણે તે સમસ્યાનાં નીવારણ માટે સ્ટેન્ડ દાખલ કર્યુ. તે સફળ અને સરળ હતું અને હું હોસ્પિટલમાં માત્ર 12 કલાક પછી ઘરે પાછો આવ્યો. હવે મને સારું લાગી રહ્યું છે.

આ પણ વાંચો – IPL 2021 / ચાલુ મેચમાંં અશ્વિન-મોર્ગન વચ્ચે બબાલ, ફીરકી બોલરે બાદમાં આ રીતે લીધો બદલો, Video

ઇન્ઝમામ ઉલ હકે તેમના ચાહકોને નિયમિત અંતરાલ પર પોતાના હૃદયનાં સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું, હું ડોક્ટર પાસે ગયો કારણ કે મને થોડી ખરાબ અનુભૂતિ થઇ રહી હતી. તે હૃદયની આસપાસ પણ નહોતું, પણ પેટમાં હતું. જો મેં તેનો ટેસ્ટ કરવામાં વિલંબ કર્યો હોત, તો ડોકટરોએ કહ્યું હતું કે હૃદયને નુકસાન થઈ શકતુ હતુ.