Crime/ મને તમારો અવાજ બહુ ગમે છે..ફોન ઉપર મહિલાની વાતોમાં આવીને વેપારી ભરાયો..જુઓ શું થયું આગળ

હરિયાણાના વતની અને મહેસાણા હાઈવે પર સુવિધા બંગ્લોઝમાં પરિવાર સાથે રહેતા પવનકુમાર ચતરસીંગ ચૌધરી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તા.૨-૨-૨૦૨૧ની સાંજે એક મોબાઈલ પરથી વારંવાર મીસ કોલ આવતાં તેમણે સામેથી ફોન કર્યો હતો, જેમાં એક યુવતીએ ભુલથી ફોન કર્યો હોવાનું કહીં ફોન મૂકી દીધો હતો. બીજા દિવસે આ જ નંબર પરથી ફોન કરી યુવતીએ મને તમારો […]

Gujarat
honey trap મને તમારો અવાજ બહુ ગમે છે..ફોન ઉપર મહિલાની વાતોમાં આવીને વેપારી ભરાયો..જુઓ શું થયું આગળ

હરિયાણાના વતની અને મહેસાણા હાઈવે પર સુવિધા બંગ્લોઝમાં પરિવાર સાથે રહેતા પવનકુમાર ચતરસીંગ ચૌધરી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તા.૨-૨-૨૦૨૧ની સાંજે એક મોબાઈલ પરથી વારંવાર મીસ કોલ આવતાં તેમણે સામેથી ફોન કર્યો હતો, જેમાં એક યુવતીએ ભુલથી ફોન કર્યો હોવાનું કહીં ફોન મૂકી દીધો હતો. બીજા દિવસે આ જ નંબર પરથી ફોન કરી યુવતીએ મને તમારો અવાજ ખૂબ જ પસંદ છે કહીંને વાત શરૂ કરી હતી અને અવારનવાર ફોન કરતી હતી.

તા.૬ ફેબ્રુઆરીએ આ યુવતીએ તેમને મોઢેરા સૂર્યમંદિરે મળવા બોલાવી તેના છૂટાછેડા થઈ ગયા હોઈ કોઈ સારો છોકરો ધ્યાનમાં હોય તો બતાવવા કહ્યું હતું. જેથી પવનકુમારે મારા સંબંધિ જીતેન્દ્રકુમાર પટેલના ધ્યાનમાં છોકરો હશે કહીંને તેમને વાત કરીશ તેમ જણાવી છૂટા પડ્યા હતા. તા.૧૧-૨-૨૦૨૧ના રોજ ફોન કરી સગા બાબતે વાત કરવી છે કહીંને મોઢેરા બોલાવ્યા હતા. જેથી પવનકુમાર જીતેન્દ્રભાઈને સાથે લઈને સૂર્યમંદિરે જતાં યુવતી આવીને તેમની ગાડીમાં બેસી ગઈ હતી અને ગાડી જવા દો કહીંને મીઠી ઘારિયાલ તરફ પુલ પાસે ગાડી ઊભી રખાવી હતી. મારી સાથે ચાલો કહીંને પવનકુમારને એક ખેતરમાં લઈ ગઈ હતી અને જીતેન્દ્રભાઈ ગાડીમાં બેસી રહ્યા હતા ત્યારે ત્રણ-ચાર બાઈકો લઈને આવેલા શખ્સોએ જીતેન્દ્રભાઈ સાથે ગાળાગાળી કરી આ શું ધંધા કરો છો કાકા? વગેરે બોલતાં તેઓ ખેતરમાંથી દોડી આવ્યા હતા.

આ શખ્સોએ તમે છોકરીની ઈજ્જત પર હાથ નાખ્યો છે, તમારે આનો દંડ ભરવો પડશે નહીંતર જાનથી મારી નાખીશું વગેરે કહીંને રૂ.૧૦ લાખની માગણી કરી હતી. રકઝકના અંતે રૂ.૩ લાખ આપવાનું નક્કી કરી પવનકુમારે પૈસા ભેગા કરવા એક દિવસનો સમય માગતા તેમને જવા દીધા હતા. બીજા દિવસે તે જ મોબાઈલ નંબર પરથી ફોન કરીને પેમેન્ટ વિશે પૂછતાં, નુગરથી આગળ મહાકાળી હોટલે બોલાવ્યો હતો પરંતુ કોઈ પૈસા લેવા આવ્યું નહોતું. ૧૩મી ફેબ્રુઆરીએ એ જ નંબર પરથી ફોન કરીને મોઢેરા બોલાવતાં પવનકુમાર પાંચ-છ મિત્રોને લઈને ત્યાં ગયા હતા. જ્યાં મોઢેરા વડાવલી ત્રણ રસ્તાથી પાટણ જવાના રોડ પર એક બાઈક ઉપર બે શખ્સો તેમની પાસે પૈસા લેવા આવતાં એકને ઝડપી લીધો હતો અને એક નાસી ગયો હતો. ઝડપાયેલો શખ્સ જયસિંહ ઉર્ફે ભોલુ પ્રહલાદજી અમરતજી ઠાકોર (રહે.મીઠી ઘારિયાલ, તા.ચાણસ્મા) હોવાનું ખુલ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ