Not Set/ ICCએ વર્ષ ૨૦૧૮ની જાહેર કરી મેન્સ વન-ડે અને ટેસ્ટ ટીમ, આ ભારતીય ખેલાડીઓને મળ્યું સ્થાન

દુબઈ, ઇન્ટરનેશનલ કિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્ષ ૨૦૧૮ની મેન્સ ક્રિકેટ વન-ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ICCએ જાહેર કરેલી આ ટીમમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે અન્ય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. કોહલીને વન-ડે અને ટેસ્ટ ટીમ એમ બંને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને ICCની બંને […]

Trending Sports
ICC ICCએ વર્ષ ૨૦૧૮ની જાહેર કરી મેન્સ વન-ડે અને ટેસ્ટ ટીમ, આ ભારતીય ખેલાડીઓને મળ્યું સ્થાન

દુબઈ,

ઇન્ટરનેશનલ કિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્ષ ૨૦૧૮ની મેન્સ ક્રિકેટ વન-ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ICCએ જાહેર કરેલી આ ટીમમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે અન્ય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. કોહલીને વન-ડે અને ટેસ્ટ ટીમ એમ બંને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને ICCની બંને ટીમમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રોહિત શર્મા અને કુલદીપ યાદવનો ODI ટીમમાં તેમજ ઋષભ પંતનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો છે.

ICC ટેસ્ટ ટીમ ૨૦૧૮ :

૧. ટોમ લથામ (ન્યુઝીલેન્ડ)

૨. દિમુથ કરુણારત્ને (શ્રીલંકા)

૩. કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ)

૪. વિરાટ કોહલી – કેપ્ટન (ભારત)

૫. હેન્રી નિકોલ્સ (ન્યુઝીલેન્ડ)

૬. ઋષભ પંત – વિકેટકીપર (ભારત)

૭. જેસન હોલ્ડર (વેસ્ટ ઇન્ડીઝ)

૮. કગિસો રબાડા (સાઉથ આફ્રિકા)

૯. નાથન લાયન (ઓસ્ટ્રેલિયા)

૧૦. જસપ્રીત બુમરાહ (ભારત)

૧૧. મોહમ્મદ અબ્બાસ (પાકિસ્તાન)

 

ICC વન-ડે ટીમ ૨૦૧૮ :

૧. રોહિત શર્મા (ભારત)

૨. જોની બેરસ્ટો (ઈંગ્લેંડ)

૩. વિરાટ કોહલી – કેપ્ટન (ભારત)

૪. જો રૂટ (ઈંગ્લેંડ)

૫. રોસ ટેલર (ન્યુઝીલેન્ડ)

૬. જોસ બટલર – વિકેટકીપર (ઈંગ્લેંડ)

૭. બેન સ્ટોક્સ (ઈંગ્લેંડ)

૮. મુસ્તાફિઝુર રહેમાન (બાંગ્લાદેશ)

૯. રાશિદ ખાન (અફઘાનિસ્તાન)

૧૦. કુલદીપ યાદવ (ભારત)

૧૧. જસપ્રીત બુમરાહ (ભારત)