Cricket/ ICC એ પસંદ કરી U19 વર્લ્ડકપ રમી ચુકેલા ખેલાડીઓની બેસ્ટ ઈલેવન, જુઓ યાદી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો માર્ગ અંડર 19 ક્રિકેટ અને સ્થાનિક ક્રિકેટમાંથી પસાર થાય છે. બહુ ઓછા એવા ક્રિકેટર જોવા મળશે જેઓ અંડર 19 ક્રિકેટ ન રમ્યા હોય.

Sports
ind 1 ICC એ પસંદ કરી U19 વર્લ્ડકપ રમી ચુકેલા ખેલાડીઓની બેસ્ટ ઈલેવન, જુઓ યાદી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો માર્ગ અંડર 19 ક્રિકેટ અને સ્થાનિક ક્રિકેટમાંથી પસાર થાય છે. બહુ ઓછા એવા ક્રિકેટર જોવા મળશે જેઓ અંડર 19 ક્રિકેટ ન રમ્યા હોય. અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપ પણ લાંબા સમયથી રમાઈ રહ્યો છે અને હવે તેની નવી આવૃત્તિ આજથી એટલે કે શુક્રવાર 14 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ એક શ્રેષ્ઠ ઈલેવન જાહેર કરી છે, જેમણે કોઈને કોઈ સમયે અંડર-19 વર્લ્ડ કપ રમ્યો છે.

આ પણ વાંચો – IND vs SA / વિરાટ સેનાની આશા પર ફેરવાયુ પાણી, ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર

હવે વાત કરીએ ICC દ્વારા આ સર્વશ્રેષ્ઠ ઈલેવનમાં કયા 11 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ICC એ તેમા બાબર આઝમ અને વિરાટ કોહલીને ઓપનર તરીકે પસંદ કર્યા છે. બાબર આઝમે 2010 અને 2012માં અંડર-19 વર્લ્ડકપ રમ્યો હતો, જ્યારે વિરાટ કોહલીએ 2008માં દેશને ટાઈટલ અપાવ્યું હતું. આ સર્વશ્રેષ્ઠ ઈલેવનમાં વિરાટ કોહલી એકમાત્ર ભારતીય ખેલાડી છે, જે તે સમયે સફળ હતો અને આજે પણ સફળ છે. જો કે રવિન્દ્ર જાડેજાનું નામ તેમા સામેલ કરવામાં આવે તો ખરાબ ન થાત, કારણ કે તે સમયે પણ તે સફળ ક્રિકેટર હતો અને આજે પણ છે. આ ટીમમાં ત્રીજું નામ ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેન સ્ટીવ સ્મિથનું છે, જેણે 2008માં અંડર-19 વર્લ્ડકપ રમ્યો હતો. ICC એ ન્યૂઝીલેન્ડનાં દિગ્ગજ ખેલાડી કેન વિલિયમસનને ચોથા નંબર પર પસંદ કર્યો છે. કેન પણ વિરાટ અને સ્મિથ સાથે 2008 માં U19 વર્લ્ડકપ રમવા આવ્યો હતો. તે હવે આ સર્વશ્રેષ્ઠ XI નો કેપ્ટન છે કારણ કે તેણે દેશને ICC વર્લ્ડટેસ્ટ ચેમ્પિયનશિપ જીતાડી છે અને 2019 વર્લ્ડકપમાં રનર અપ હતો. આ સાથે તે આ વર્ષે T20 વર્લ્ડકપની સેમી ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો હતો. કેને કેપ્ટન તરીકે શાનદાર કારકિર્દી બનાવી છે.

આ પણ વાંચો – ઈતિહાસ રચ્યો / ગુજરાતની આ બેડમિન્ટન ખેલાડી તે કરી બતાવ્યુ જે પીવી સિંધુ અને સાઇના નેહવાલ પણ નથી કરી શક્યા

ICC દ્વારા પસંદ કરાયેલી આ ટીમમાં શ્રીલંકાનાં વિકેટકીપર બેટ્સમેન દિનેશ ચાંદીમલ પાંચમાં નંબર પર છે. તે 2008ની ટૂર્નામેન્ટમાં પણ રમી ચૂક્યો છે. આ ટીમમાં ઈંગ્લેન્ડનાં લિમિટેડ ઓવરનાં કેપ્ટન ઈયોન મોર્ગનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, તે 2006નાં અંડર-19 વર્લ્ડકપમાં આયર્લેન્ડ તરફથી રમ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનાં બેટ્સમેન શિમરોન હેટમાયર પણ આ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ છે, જેણે 2016માં વેસ્ટ ઈન્ડિઝને અંડર-19 ચેમ્પિયન બનાવ્યું હતું. તે જ વર્ષે મેહદી હસન બાંગ્લાદેશ ટીમનાં કેપ્ટન પણ હતા. આ ટીમમાં ઈંગ્લેન્ડનાં ઓલરાઉન્ડર ક્રિસ વોક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેણે 2008માં ઈંગ્લેન્ડ માટે અંડર-19 વર્લ્ડકપ રમ્યો હતો. બોલર્સનાં વિભાગમાં પાકિસ્તાનનાં શાહીન આફ્રિદીનું નામ પણ સામેલ છે, જેણે 2018 અંડર-19 વર્લ્ડકપમાં રમીને 12 વિકેટ ઝડપી હતી. વળી, દક્ષિણ આફ્રિકાનાં દિગ્ગજ બોલર કાગિસો રબાડા આ યાદીમાં છેલ્લા ખેલાડી છે, જેણે 2014માં અંડર-19 વર્લ્ડકપ રમ્યો હતો.