IND vs AUS 2nd ODI Live/ ઓસ્ટ્રેલિયાને નવો ટાર્ગેટ મળ્યો, 33 ઓવરમાં 317 રન બનાવવાના

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI સિરીજની બીજી મેચ રવિવારે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

Top Stories Sports
WhatsApp Image 2023 09 24 at 1.02.12 PM ઓસ્ટ્રેલિયાને નવો ટાર્ગેટ મળ્યો, 33 ઓવરમાં 317 રન બનાવવાના

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI સિરીજની બીજી મેચ રવિવારે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ માટે આ મેચ કરો યા મરો છે. જો તેઓ આ હારી જશે તો તેઓ શ્રેણી ગુમાવશે. તે જીતીને ભારતીય ટીમ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારનો બદલો લેશે.

IND vs AUS Live અપડેટ…

08:30 PM: ઓસ્ટ્રેલિયાને નવો ટાર્ગેટ મળ્યો

ઓસ્ટ્રેલિયાને ડકવર્થ લુઈસ નિયમના આધારે નવો ટાર્ગેટ મળ્યો છે. હવે તેનો ટાર્ગેટ 50 ઓવરમાં 400 રનથી બદલીને 33 ઓવરમાં 317 રન કરવામાં આવ્યો હતો. જ્યારે રમત બંધ થઈ ત્યારે તેણે નવ ઓવરમાં બે વિકેટે 56 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં હવે કાંગારૂ ટીમે બાકીની 24 ઓવરમાં 261 રન બનાવવા પડશે.

8:13 PM: DLS પદ્ધતિ મુજબ ઓસ્ટ્રેલિયા માટે લક્ષ્યાંક

40 ઓવરમાં 354 રન

35 ઓવરમાં 328 રન

20 ઓવરમાં 230 રન

7:30 PM: વરસાદના કારણે મેચ રોકાઈ ગઈ હતી

ઈન્દોરમાં હવામાનમાં પલટો આવ્યો છે. વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી છે. 9મી ઓવર પૂરી થયા બાદ વરસાદ આવ્યો છે.

7:22 PM: વોર્નર અને લેબુશેનને સંભાળ્યો મોરચો

બે વિકેટ વહેલી પડી ગયા બાદ વોર્નર અને લેબુશેને ઇનિંગ્સ પર નિયંત્રણ મેળવ્યું હતું. સાવચેતીથી રમતા બંનેએ 40થી વધુ રનની ભાગીદારી કરી છે.

6:53PM: બે બોલમાં બે વિકેટ પડી

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઓવરમાં 9 રન બનાવ્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ બીજી ઓવરમાં ભારતને બે સફળતા અપાવી હતી. ઓવરના બીજા બોલ પર અશ્વિને બાઉન્ડ્રી પર અદભૂત કેચ પકડ્યો હતો. સ્મિથ શૂન્ય પર સ્લિપમાં કેચ આઉટ થયો હતો. શુભમન ગીલે કેચ પકડ્યો હતો.

2 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર- 10/2

06:07 PM: ભારતે 399/5 બનાવ્યો

ઈન્દોરમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 400 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં આ ભારતનો સર્વોચ્ચ સ્કોર છે. અગાઉ, ઓસ્ટ્રેલિયા સામે ભારતનો સર્વોચ્ચ સ્કોર 383 રન હતો, જે તેણે નવેમ્બર 2013માં બેંગલુરુમાં બનાવ્યો હતો.

સમગ્ર ODIમાં આ ભારતનો સાતમો સર્વોચ્ચ સ્કોર છે. ODIમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર 418/5 છે, જે તેણે ડિસેમ્બર 2011માં ઈન્દોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો. ઈન્દોરના મેદાન પર આ ભારતનો બીજો સૌથી મોટો સ્કોર છે.

5:53 PM: કેએલ રાહુલ પેવેલિયન પરત ફર્યો

કેપ્ટન ગ્રીને કેએલ રાહુલને ક્લીન બોલ્ડ કરીને પેવેલિયન મોકલ્યો હતો. કેએલ રાહુલ 52 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે સૂર્યકુમાર સાથે 59 રન જોડ્યા.

ભારતનો સ્કોર 5 વિકેટે 355 રન છે.

5:40 PM: સૂર્યાએ ચાર સિક્સર ફટકારી

સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયાના બોલરને સતત 4 છગ્ગા ફટકાર્યા હતા. આવી સ્થિતિમાં, ચાહકો સ્ટેડિયમમાં સૂર્યકુમારના નામની બૂમો પાડવા લાગ્યા.

ભારતનો સ્કોર 4 વિકેટે 338 રન છે.

4:54 PM: શુભમન ગિલ આઉટ

ભારતે તેની ત્રીજી વિકેટ શુભમન ગિલના રૂપમાં ગુમાવી હતી. ગિલ 104 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ઈશાન કિશન બેટિંગ કરવા મેદાનમાં આવ્યો, જેણે છગ્ગા સાથે પોતાનું ખાતું ખોલાવ્યું.

ભારતનો સ્કોર 3 વિકેટે 260 રન છે.

4:34 PM: ભારતની બીજી વિકેટ પડી

ભારતની બીજી વિકેટ શ્રેયસ અય્યરના રૂપમાં પડી. તે 105 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અય્યરે એબોટના બોલ પર સિક્સર ફટકારી, જેના કારણે બોલ સીધો ફિલ્ડરના શોટના હાથમાં ગયો.

ભારતનો સ્કોર 2 વિકેટે 216 રન છે.

3:45 PM: શુભમન ગિલ અને અય્યર વચ્ચે 152 રનની ભાગીદારી

બીજી વિકેટ માટે શુભમન અને શ્રેયસે 109 બોલમાં 150 રન જોડ્યા હતા. ગિલ 60 બોલમાં 76 રન અને ક્ષેયસ 61 બોલમાં 76 રન સાથે રમી રહ્યો છે.

ભારતનો સ્કોર 1 વિકેટે 169 રન છે.

3:39 PM: બેક ટુ બેક બાઉન્ડ્રી

શુભમન ગિલ અને અય્યરે ઈન્દોરમાં અજાયબીઓ કરી હતી અને સતત ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. બંને બેટ્સમેન બોલને બાઉન્ડ્રીની બહાર ફટકારી રહ્યા છે.

ભારતનો સ્કોર 20 ઓવર પછી 1 વિકેટે 163 રન છે.

03:19 PM: શ્રેયસ અય્યરની અડધી સદી

શ્રેયસ અય્યરે 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે શુભમન ગિલ સાથે બીજી વિકેટ માટે સદીની ભાગીદારી પણ કરી છે. ગિલ અને શ્રેયસની શાનદાર ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયાનો સ્કોર 150 રનની નજીક પહોંચી ગયો છે.

02:56 PM: પાવરપ્લેમાં ભારતે 80 રન બનાવ્યા હતા

ભારતીય ટીમે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા છે. વરસાદ બાદ રમત શરૂ થઈ ગઈ છે. શુબમન ગિલ અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. બંને વચ્ચે શાનદાર ભાગીદારી રહી છે અને આ જોડી ભારતને મોટા સ્કોર સુધી લઈ જવા ઈચ્છશે.

02:17 PM: વરસાદને કારણે રમત બંધ

વરસાદના કારણે રમત રોકવી પડી હતી. ભારતનો સ્કોર 9.5 ઓવરમાં 79/1 છે. શુબમન ગિલ અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. બંને સારી લયમાં છે અને ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે. શુબમન ગિલે રમત પૂરી થાય તે પહેલા જ સિક્સર ફટકારી હતી. ઈન્દોરની સપાટ પીચ અને નાના મેદાન પર ભારતીય બેટ્સમેનો સારા ફોર્મમાં છે અને આ મેદાનમાં ટીમ ઈન્ડિયા મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે એકમાત્ર વિકેટ લીધી હતી.

2:08 PM: શ્રેયસ અય્યરની વાપસી

શ્રેયસ અય્યરે 17 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 32 રન બનાવ્યા છે. ગાયકવાડની વિકેટ વહેલી પડી ગયા બાદ ઐયર અને ગીલે ભારતને મજબૂતી આપી હતી. ટીમનો સ્કોર 50ને પાર કરી ગયો છે.

અય્યર 32 અને ગિલ 15ના વ્યક્તિગત સ્કોર પર રમી રહ્યા છે.

1:52 PM: ભારતને પહેલો ઝટકો

ભારતની પ્રથમ વિકેટ પડી અને ગાયકવાડ પેવેલિયન પરત ફર્યો. ગાયકવાડ 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે શ્રેયસ અય્યર બેટિંગ કરવા આવ્યો છે અને શુભમન ગિલ તેને સપોર્ટ કરી રહ્યો છે.

01:27 PM: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાના નિયમિત સુકાની પેટ કમિન્સે પાછલી મેચમાં ઈજાગ્રસ્ત થવાથી આ મેચમાં આરામ કરી રહ્યો છે. ભારતનો બુમરાહ આ મેચમાં નથી રમી રહ્યો અને તેની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી છે.

બંને ટીમની પ્લેઈંગ 11

ભારત: શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટમેન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ ક્રિષ્ના.

ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, મેથ્યુ શોર્ટ, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ, એલેક્સ કેરી (ડબ્લ્યુ), કેમેરોન ગ્રીન, સીન એબોટ, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ, સ્પેન્સર જોનસન.