sports news/ અમેરિકા સામે વૈભવ સૂર્યવંશી નિષ્ફળ, 2 રન બનાવીને થયો આઉટ, વરસાદને કારણે મેચ મુલતવી રાખવામાં આવી

ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026 માં ભારતીય ટીમનો પહેલો મુકાબલો આજે (15 જાન્યુઆરી) યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ) સામે છે

Trending Top Stories Sports

India vs USA, U19 World Cup 2026: ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમ પોતાનો પહેલો મેચ આજે 15 જાન્યુઆરીએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સામે રમી રહી છે. બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલી આ મેચમાં યુએસ ટીમે ભારત સામે 108 રનનો ટાર્ગેટ રાખ્યો છે. ભારતીય ટીમનું નેતૃત્વ આયુષ મ્હાત્રે સંભાળી રહ્યા છે, જ્યારે અમેરિકાની ટીમના કેપ્ટન ઉત્કર્ષ શ્રીવાસ્તવ છે.

બધાની નજર ડાબોડી ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર છે. 14 વર્ષીય આ ખેલાડી ઉત્તમ ફોર્મમાં છે, તેણે પોતાની છેલ્લી 10 મેચમાં 54.1 ની સરેરાશ અને 160.53 ના સ્ટ્રાઇક રેટથી 541 રન બનાવ્યા છે.

UPDATE: તમામ લોકોની નજર વૈભવ સૂર્યવંશી પર હતી, પરંતુ તેઓ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહીં. વૈભવ માત્ર 2 રન બનાવીને ઋત્વિક અપ્પીડીની બોલિંગમાં આઉટ થઈ પેવેલિયન પરત ફર્યા. હાલ વરસાદને કારણે મેચ મુલતવી રાખવામા આવી છે

યુએસએની શરૂઆત ખૂબ જ ખરાબ રહી

ટોસ હારી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર યુએસ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેઓએ 1 રનના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. અમરિન્દર ગિલને હેનિલ પટેલે એક રન બનાવીને આઉટ કર્યો હતો. છ યુએસ ખેલાડીઓ બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા.

હેનિલ પટેલે 5 વિકેટ લીધી

અમેરિકાની અડધી ટીમ 39 રનમાં આઉટ થઈ ગઈ હતી, અને એવું લાગતું હતું કે તેઓ 100 રન પણ કરશે નહીં. જોકે, આ ખેલાડીઓના કારણે અમેરિકાની ટીમે 100 રનનો આંકડો પાર કર્યો. આ દરમિયાન, ભારત માટે, હેનિલ પટેલે પાંચ વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યું.

નીતીશ સુદિનીએ સંભાળી ઇનિંગ

યુએસએ તરફથી બેટિંગમાં નીતીશ રેડ્ડી સુદિનીએ સર્વાધિક રન નોંધાવ્યા. તેમણે 52 બોલનો સામનો કરીને 36 રનની ઉપયોગી પારી રમી, જેમાં ચાર ચોકાનો સમાવેશ થયો. અદિનિત ઝાંબે 41 બોલમાં 18 રન બનાવ્યા અને એક વખત બાઉન્ડ્રી ફટકારી. ઉપરાંત સાહિલ ગર્ગે 28 બોલમાં 16 રન ઉમેર્યા, જ્યારે અર્જુન મહેશે 29 બોલમાં 16 રનની ઇનિંગ રમી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં વિરાટ કોહલીની મસ્તી! પ્રેક્ટિસ દરમિયાન કરી અર્શદીપ સિંહની નકલ, વીડિયો જોઈને તમે હસીને લોટપોટ થઈ જશો

આ પણ વાંચો: કોણ છે આ ‘છોટા ચીકુ’? વિરાટ કોહલી પણ પોતાના જેવા દેખાતા બાળકને જોઈને ચોંકી ગયો! કહ્યું- ‘ મારો ડુપ્લિકેટ’

આ પણ વાંચો: સિડનીમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો! ભારત સામે ડેબ્યુ કરનાર બ્યુ વેબસ્ટરે એકલા હાથે ઈંગ્લેન્ડને હરાવ્યું, 1 ઓવરમાં પલટી નાખી મેચ