Not Set/ ICC World Cup : કમજોર દેખાઇ રહેલી શ્રીલંકા ટીમ આજે કરી શકે છે ન્યૂઝીલેન્ડને પરાસ્ત

વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હાર મેળવ્યા બાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ આ વિશ્વ કપમાં પોતાનો આગાઝ સારો કરવા મેદાને ઉતરશે. છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલી શ્રીલંકાની ટીમ પોતાની પહેલી મેચને જીતવા ખૂબ પરસેવો કાઢી રહી છે. 2015ની ફાઈનલમાં હારનો સામનો કરનાર ટીમ ન્યૂઝીલેન્ડનો તે ટીમોમાં સમાવેશ થાય છે જે ટીમ આ વિશ્વ કપમાં […]

Top Stories Sports
srilanka vs newzealand ICC World Cup : કમજોર દેખાઇ રહેલી શ્રીલંકા ટીમ આજે કરી શકે છે ન્યૂઝીલેન્ડને પરાસ્ત

વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હાર મેળવ્યા બાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ આ વિશ્વ કપમાં પોતાનો આગાઝ સારો કરવા મેદાને ઉતરશે. છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલી શ્રીલંકાની ટીમ પોતાની પહેલી મેચને જીતવા ખૂબ પરસેવો કાઢી રહી છે. 2015ની ફાઈનલમાં હારનો સામનો કરનાર ટીમ ન્યૂઝીલેન્ડનો તે ટીમોમાં સમાવેશ થાય છે જે ટીમ આ વિશ્વ કપમાં ફાઈનલની ટીકીટ મેળવી શકે છે. વળી જો શ્રીલંકા ટીમની વાત કરીએ તો તેનુ પ્રદર્શન છેલ્લા ઘણા સમયથી ખરાબ રહ્યુ છે.

pjimage 1559358331 ICC World Cup : કમજોર દેખાઇ રહેલી શ્રીલંકા ટીમ આજે કરી શકે છે ન્યૂઝીલેન્ડને પરાસ્ત

ગત વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હાર મેળવ્યા બાદ બ્રેડન મેક્કુલમની જગ્યાએ કેન વિલિયમસન કીવી ટીમનો કેપ્ટન બન્યો હતો. કીવી ટીમનું પલડુ શ્રીલંકા સામે ભારે માનવામાં આવી રહ્યુ છે. આપને યાદ હશે કે પોતાની પહેલી અભ્યાસ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને માત આપી હતી. જો કે બીજી અભ્યાસ મેચમાં વેસ્ટ ઈંન્ડિઝનાં બેટ્સમેનોએ કીવી ટીમનાં બોલરો વિરુદ્ધ ખૂબ રન બનાવ્યા હતા. વેસ્ટ ઈંન્ડિઝે અભ્યાસ મેચમાં 421 રન ફટકારી ન્યૂઝીલેન્ડને પસ્ત કરી દીધુ હતુ. જો કે કીવી માટે રાહતની વાત એ છે કે શ્રીલંકાની ટીમમાં વેસ્ટ ઈંન્ડિઝ જેવા પાવર હિટર નથી. બંન્ને ટીમની રેંકિંગ્સની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ ચોથા ક્રમે તો શ્રીલંકા નવમાં ક્રમે છે.

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ કેટલી વખત આવી આમને સામને

અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ કુલ 98 મેચો આમને સામને રમી છે. જેમા ન્યૂઝીલેન્ડની ટીમે 48 મેચ પોતાના નામે કરી છે, તો શ્રીલંકાની વાત કરીએ તો તે 41 મેચમાં જીત મેળવવામાં સફળ રહી છે. જ્યારે એક મુકાબલો ટાઇ રહ્યો હતો અને 8 મેચોમાં કોઇ પરિણામ આવ્યુ નહોતુ.

1559363035 Williamson Karunaratne AP ICC World Cup : કમજોર દેખાઇ રહેલી શ્રીલંકા ટીમ આજે કરી શકે છે ન્યૂઝીલેન્ડને પરાસ્ત

શ્રીલંકાની ટીમ કરી શકે છે સારુ પ્રદર્શન

આ વખતની શ્રીલંકાની ટીમને જોતા તે ઘણી નબળી લાગે છે. પરંતુ તેનાથી ઉલટ વિચાર પૂર્વ શ્રીલંકાનાં કેપ્ટન મહેલા જયવર્ધને છે. તેણે શ્રીલંકાની ટીમને લઇને કહ્યુ કે, શ્રીલંકા વિશ્વ કપમાં અમારાથી સારુ પ્રદર્શન કરી શકે છે. જો કે ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે, તેમ છતા ટીમમાં ઘણા મેચ વિનરો છે. અમે ચાર કે પાંચ મેચો જીતી સેમીફાઈનલમાં પહોચી શકીએ છીએ.

ન્યૂઝીલેન્ડ ખેલાડીઓ

D3LjYCpXkAASo R 1 ICC World Cup : કમજોર દેખાઇ રહેલી શ્રીલંકા ટીમ આજે કરી શકે છે ન્યૂઝીલેન્ડને પરાસ્ત

કેન વિલિયમસન(કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, રોસ ટેલર, કોલિન ડી ગ્રેડહોમ, લોકી ફર્ગ્યુસન, ટોમ બ્લંડેલ, ટ્રેટ બોલ્ટ, ટિમ સાઉદી, ટોમ લાથમ, હેનરી નિકોલ્સ, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, જિમી નીશામ

શ્રીલંકા ખેલાડીઓ

image 336144812d ICC World Cup : કમજોર દેખાઇ રહેલી શ્રીલંકા ટીમ આજે કરી શકે છે ન્યૂઝીલેન્ડને પરાસ્ત

દિમુથ કરુણારત્ને(કેપ્ટન), નુવાન પ્રદિપ, એંજલો મેથ્યુઝ, લાહિરુ થિરિમાને, ધનંજય ડી સિલ્વા, અવિશ્કા ફર્નાન્ડો, થિસારા પરેરા, જીવન મેંડિસ, લસિથ મલિંગા, જેફ્રી વૈડરસે, મિલિંદા શ્રીવર્દના, ઇસુરુ ઉદાના, સુરંગા લકમલ, કુસાલ પરેરા.