Gujarat/ ઇડર કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ બિલની હોળી કરી વિરોધ દર્શાવ્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશાઅનુસાર ઇડર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રની ભાજપ સરકારે પસાર કરેલા ખેડૂત વિરોઘી ત્રણ કાળા કાયદાનાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા કૃષિ બિલની હોળીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો….

Gujarat Others
zzas 133 ઇડર કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ બિલની હોળી કરી વિરોધ દર્શાવ્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશાઅનુસાર ઇડર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રની ભાજપ સરકારે પસાર કરેલા ખેડૂત વિરોઘી ત્રણ કાળા કાયદાનાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા કૃષિ બિલની હોળીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ઇડર આરામ ગૃહ ખાતે કોંગ્રેસનાં આગેવાનો, કાર્યકરો,ખેડૂતો, ખેતમજૂરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને આરામ ગૃહથી અપોલો ત્રણ રસ્તા પાસે ‘ભાજપ તેરી તાનાશાહી નહિ ચલેગી’નાં નારા લાગ્યા હતા અને કૃષિ બિલની હોળી કરી વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે કૃષિ બિલ હોળી કાર્યક્રમમાં ઇડર પૂર્વ મહામંત્રી ગુજરાત કોંગ્રેસ સમિતિનાં રામભાઈ સોલંકી, પૂર્વ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર સિંહ કુંપાવત, દીવાનજી ઠાકોર,નંદુભાઈ પટેલ, વિમલભાઈ પરમાર,એકતા બેન પટેલ વગેરે ઉપસ્થિત રહીને કૃષિ બિલનો વિરોધ કર્યો હતો.

Gujarat: કોરોનાકાળમાં રાજ્ય સરકારે લોકો પાસેથી વસુલ્યો અધધધ 1.16 અબજન…

Covid-19: સાવધાન!! હવે સાજા થયેલા દર્દીઓમાં ગુલિયન બેરે સિન્ડ્રોમનાં લ…

Cricket / ગુજરાતમાં ક્રિકેટ પ્રેમીઓ માટે આવ્યા સૌથી મોટા સમાચાર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો