Not Set/ ગાંધી પરિવારના કારણે કોંગ્રેસ નબળી પડી રહી છે તો અમે કોઈપણ બલિદાન માટે તૈયાર- સોનિયા ગાંધી

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર પર રવિવારે દિલ્હીમાં લગભગ પાંચ કલાક સુધી ચાલેલું કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક પૂર્ણ થઇ હતી.

Top Stories India
21 1 ગાંધી પરિવારના કારણે કોંગ્રેસ નબળી પડી રહી છે તો અમે કોઈપણ બલિદાન માટે તૈયાર- સોનિયા ગાંધી

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર પર રવિવારે દિલ્હીમાં લગભગ પાંચ કલાક સુધી ચાલેલું કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક પૂર્ણ થઇ હતી. સંગઠનમાં નેતૃત્વ પરિવર્તનની માંગ વચ્ચે રણદીપ સુરજેવાલાએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટી સોનિયા ગાંધીના નેતૃત્વમાં આગળ વધશે.

ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યની હાર થતાં કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ CWCની બેઠકમાં કહ્યું કે ગાંધી પરિવારથી જો કોંગ્રેસ નબળી પડી છે તો અમે ત્યાગ આપવા તૌયાર છે અને રાજીનામું આપવા તૈયાર છે,પાર્ટી જે પણ નિર્ણય લેશે તે અમને મંજૂર હશે.

જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં સોનિયા ગાંધીએ રાજીનામું પણ આપી દીધું હતું. તેમણે કહ્યું કે જો પાર્ટીના સભ્યોને લાગે છે કે ગાંધી પરિવારના કારણે કોંગ્રેસ પાર્ટી પ્રગતિ કરી શકી નથી તો અમે દરેક બલિદાન આપવા તૈયાર છીએ.કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે રવિવારે કહ્યું કે ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ રાહુલ ગાંધીએ તરત જ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળી લેવું જોઈએ. મારા જેવા કોંગ્રેસના કરોડો કાર્યકરોની આ ઈચ્છા છે.

CWCની બેઠક દરમિયાન જ કોંગ્રેસના નેતા શશિ થરૂરે G-23 સભ્યો દ્વારા બે વર્ષ પહેલા લખેલો પત્ર શેર કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે પત્રમાં તમામ સભ્યોએ સંગઠનમાં ફેરફારની માંગણી કરી હતી જેથી કરીને વસ્તુઓ સારી થાય, પરંતુ ત્યારપછી બહુ બદલાવ આવ્યો નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશની સૌથી વિશ્વસનીય વિપક્ષી પાર્ટી છે. આમ, તેમાં સુધારાની જરૂર છે.