ઓલરાઉન્ડર/ જો હાર્દિક પંડ્યા Fit રહેશે તો World Cup જીતની સંભાવનાઓ વધી જશે

ટી-20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈ અને ઓમાનમાં યોજાવાનો છે. અગાઉ ભારતમાં વર્લ્ડ કપની દરખાસ્ત કરવામાં આવી હતી.

Sports
11 292 જો હાર્દિક પંડ્યા Fit રહેશે તો World Cup જીતની સંભાવનાઓ વધી જશે

ટી-20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈ અને ઓમાનમાં યોજાવાનો છે. અગાઉ ભારતમાં વર્લ્ડ કપની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ કોવિડ-19 નાં કારણે સ્થળને બદલવામા આવ્યુ છે. તાજેતરમાં ક્રિકેટનાં મેદાન પર બે ભારતીય ટીમો સક્રિય છે. સિનિયર ખેલાડીઓની એક ટીમ વિરાટ કોહલીની અધ્યક્ષતામાં ટેસ્ટ સીરીઝ રમવા માટે ઈંગ્લેન્ડમાં છે.

11 293 જો હાર્દિક પંડ્યા Fit રહેશે તો World Cup જીતની સંભાવનાઓ વધી જશે

ક્રિકેટ / 250 કરોડ બજેટમાં બનશે સૌરવ ગાંગુલીની બાયોપિક ,આ અભિનેતા નિભાવશે તેની ભૂમિકા

બીજી તરફ, શિખર ધવનની આગેવાની હેઠળની મર્યાદિત ઓવરોની સીરીઝ રમવા માટે શ્રીલંકામાં જુનિયર/યુવા ખેલાડીઓની ટીમ છે. ભારતે 3 વનડે અને 3 ટી-20 મેચ રમવાની છે. વર્લ્ડ કપ પહેલા આ ભારતની છેલ્લી ટી-20 સીરીઝ છે. દરમ્યાન ભારતીય ટીમનાં પૂર્વ સીલેક્ટર અને વિકેટકીપર સબા કરીમનું માનવું છે કે, તાજેતરમાં શ્રીલંકામાં રહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ દરમ્યાન જો પૂરી રીતે ફિટ રહે છે તો ભારતની જીતવાની સંભાવનાઓ બમણી થઈ જશે. એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સબા કરીમે કહ્યું હતું કે, બેટ્સમેન તરીકે શ્રીલંકાનો પ્રવાસ હાર્દિક માટે પડકારજનક બની રહ્યો છે. આ આઈપીએલ દરમ્યાન તે ચેન્નાઈની ધીમી પીચ પર સંઘર્ષ કરી રહ્યો હતો. શ્રીલંકાની પિચ પણ આવી જ છે. આવી સ્થિતિમાં, તે જોવું રહ્યું કે, તે સારા સ્ટ્રાઇક રેટથી રન બનાવવામાં સક્ષમ છે કે નહીં. નોંધનીય છે કે મુંબઈએ ચેન્નઈમાં પાંચ મેચ રમી હતી, જેમા હાર્દિક પંડ્યા પૂરી રીતે ફ્લોપ સાબિત થયો હતો. સબાએ કહ્યું કે, સૌથી મોટી વાત એ છે કે જો હાર્દિકે સમગ્ર વર્લ્ડ કપમાં બોલિંગ અને બેટિંગ કરી તો ટીમ ઇન્ડિયાને માટે જીતની સુવર્ણ તક મળશે.

11 294 જો હાર્દિક પંડ્યા Fit રહેશે તો World Cup જીતની સંભાવનાઓ વધી જશે

ક્રિકેટ / ધોની નહી પણ સચિને સૌ પ્રથમ રમ્યો હતો હેલિકોપ્ટર શોટ, Video

સબા કરીમે કહ્યું કે, વર્લ્ડ કપ પહેલા હાર્દિકનાં વર્કલોડનું સંચાલન કરવાની જરૂરીયાત છે. તેઓ ધીમે ધીમે ફોર્મ મેળવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, હાર્દિક તેની પીઠની ઈજાથી હજી સંપૂર્ણ રીતે ઠીક થયો નથી. વર્ષ 2019 માં, ઈજા થયા બાદ તેને સર્જરી કરાવવી પડી હતી અને 2020 માં તેના આરામ કરવા છતા ઠીક થયો નહોતો. તેથી જ તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલિંગ કરી શક્યો ન હતો. તે જ કારણોસર તેને ઈંગ્લેન્ડની ટેસ્ટ સીરીઝમાં તક મળી નથી. તે બોલિંગમાં સંપૂર્ણ ફીટ નથી. તાજેતરમાં, તે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ બે મેચમાં બોલિંગ કરી શક્યો ન હતો. જો કે તે પોતાને ફિટ સાબિત કરી દે છે તો તેના માટે અને ટીમ ઈન્ડિયા માટે આ એક સારા સમાચાર સાબિત થઇ શકે છે.