અમદાવાદ/ સગીર દિકરી પાસે સ્માર્ટફોન છે, તો ચેતી જજો

અમદાવાદમાં 13 વર્ષની સગીરા સાથે એવુ થયુ કે નોંધાઈ ફરિયાદ….

Ahmedabad Top Stories Gujarat
KORONA 2 સગીર દિકરી પાસે સ્માર્ટફોન છે, તો ચેતી જજો

નાની ઉંમરે બાળકોને સ્માર્ટફોન આપી દેતા માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર સગીર વયની બાળકીઓને ફસાવીને અશ્લીલ માગણી કરવા અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે ઝડપેલા આરોપી શૈલેષ ઉર્ફે સાહિલની તપાસમાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપીએ એક-બે નહિં પણ અનેક સગીરાઓ પોતાની જાળમાં ફસાવી બીભત્સ ફોટો-વીડિયો મેળવી પૈસાની માંગણી કરતો હતો. આરોપી શૈલેષે પશ્ચિમ વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે સોશિયલ  મીડિયા થકી મિત્રતા કેળવણી બીભત્સ ફોટોની માંગણી કરી મેળવી લીધા. જે બાદ આરોપી શૈલેષે સગીરા પાસે 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જો કે સમગ્ર ઘટનાની જાણ સગીરાના માતા-પિતાને થતાં જ સાયબર ક્રાઇમ બ્રાંચ ફરિયાદ નોંધી આરોપી શૈલેષની આણંદથી ધરપકડ કરી છે.

Reporting a cyber crime is easy. Here's how - Cybercrime portal | The  Economic Times

પકડાયેલ આરોપી શૈલેષ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. અને વટવા જીઆઇડીસીમાં ફેકટરીમાં છૂટક મજૂરી કરે છે. છેલ્લા એક વર્ષથી આરોપી શૈલેષ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પરથી સગીર વયની બાળકીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને તેની સાથે મિત્રતા કેળવી તેને ફોસલાવી સગીરાના બીભત્સ ફોટો -વિડ્યો મંગાવી પૈસાની માંગણી કરતો હતો. આરોપીના મોબાઇલમાંથી અનેક બાળકીઓના  બીભત્સ ફોટો-વીડિયો મળી આવ્યા છે. જેને લઈ સાયબર ક્રાઇમ બ્રાંચ તપાસ કરવામાં આવી છે.

FIA Cyber Crime Wing arrests man for blackmailing women online - Pakistan -  DAWN.COM

ઓનલાઇન કલાસીસ હોવાના કારણે નાની ઉંમર બાળકો મોબાઇલનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. જે બાળકો સોશિયલ મીડિયા પર હોવાથી તેનો દુરઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે માતા-પિતાએ ચેતવાની જરૂર છે કે પોતાનો બાળક કોઈનો શિકાર ન બની જાય.

Controversy / નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે CMનું નિવેદન : લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે

National / દેશભરમાં હવે 24 કલાક પોસ્ટમોર્ટમ થશે, કેન્દ્રીય આરોગ્યમંત્રીની ટ્વીટ દ્વારા જાહેરાત

સહાયમાં અવ્યવસ્થા / કોરોના સહાયના ફોર્મ મેળવવામાં ધાંધિયા, નાગરિકોને ફોર્મ ન મળતા ભારે હાલાકી