Beauty Tips/ શિયાળામાં આ બાબતોનું રાખો ધ્યાન, નહીં થાય ત્વચા ડ્રાય

ઠંડા પવનને કારણે ત્વચાની ભેજ દૂર થઈ જાય છે. આ કારણે તે શુષ્ક અને ફ્લેકી બની જાય છે. ઘણા લોકોની ત્વચા એટલી ખરાબ થઈ જાય છે કે તેને ઠીક થવામાં ઘણા દિવસો લાગે છે.

Fashion & Beauty Lifestyle
ત્વચા

મોસમમાં ફેરફારની અસર આપણી ત્વચા પર પણ પડે છે. આવી સ્થિતિમાં, જ્યારે શિયાળો આવે છે, ત્યારે આપણી શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે અને જો ત્વચાની કાળજી લેવામાં ન આવે તો તે ફટવા લાગે છે. સ્કિન એક્સપર્ટનું કહેવું છે કે ઠંડા પવનને કારણે ત્વચાની ભેજ દૂર થઈ જાય છે. આ કારણે તે શુષ્ક અને ફ્લેકી બની જાય છે. ઘણા લોકોની ત્વચા એટલી ખરાબ થઈ જાય છે કે તેને ઠીક થવામાં ઘણા દિવસો લાગે છે. આજે અમે તમને જણાવી શું કે, શિયાળામાં ત્વચાની સંભાળ કેવી રીતે રાખી શકાય છે…

આ પણ વાંચો :ચહેરા પર નિખાર અને ગુલાબ જેવી ચમક લાવવા માટે આજે જ કરો આ ઉપાય

આ ટિપ્સને કરો ફોલો

  • ગરમ પાણીમાં સ્નાન કરવાનું ટાળો
  • ઓછું સ્નાન કરો
  • દરરોજ સાબુનો ઉપયોગ બગલ અને કમરમાં જ કરો. હંમેશા ગ્લિસરીન આધારિત સાબુનો ઉપયોગ કરો.
  • પાતળા ટુવાલનો ઉપયોગ કરો.
  • જો ત્વચા હજુ પણ ભીની હોય ત્યારે મોઇશ્ચરાઇઝર લગાવો.
  • સિરામાઈડ્સ સાથે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો.
  • સુતરાઉ કપડાં પહેરો.
  • હાથ અને પગ પર યુરિયા આધારિત ક્રીમનો ઉપયોગ કરો.

a 240 શિયાળામાં આ બાબતોનું રાખો ધ્યાન, નહીં થાય ત્વચા ડ્રાય

આ સિવાય તમે આ ઘરેલુ ઉપાય પણ આંનવી શકો છો..

દહીં

સ્કિનને સોફ્ટ અને સ્મૂધ રાખવા માટે દહીં બેસ્ટ વસ્તુ છે. તેના માટે 5 ચમચી દહીંમાં 2 ચમચી મધ મિક્સ કરીને તેમાં 2 ચમચી દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરીનને આ સ્ક્રબને આખા ચહેરા પર લગાવો અને 3-4 મિનિટ માટે મસાજ કરો. ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈ નાંખો.

પપૈયું

ત્વચાની ચમક માટે પયૈયું પણ અકસીર છે. તેનાથી સનબર્નથી પ્રભાવિત ત્વચાને રાહત મળે છે. રાતે બે ગ્લાસ પાણી સાથે પપૈયાના બે ટૂકડા ખાવાથી તમારું પેટ સાફ રહેશે, આનાથી ત્વચાને લગતી સમસ્યાઓ ઓછી થઇ જશે. કારણ કે જો પેટ સાફ ન રહે તો તેની અસર તરત જ તમારી ત્વચા પર દેખાવા લાગે છે. પપૈયાનો પલ્પ બનાવે તેનો ચહેરા પર મસાજ કરવાથી પણ ચહેરો ચમકવા લાગશે.

a 241 શિયાળામાં આ બાબતોનું રાખો ધ્યાન, નહીં થાય ત્વચા ડ્રાય

નારિયેળનું તેલ

નારિયેળના તેલમાં ફેટી એસિડ્સ હોય છે. જે સ્કિનને નેચરલી મોઈશ્ચરાઈઝ કરે છે. મોંઘી ક્રીમ્સ કરતાં ઘરે જ સ્કિન પર કોકોનટ ઑઈલ હૂંફાળુ કરીને દિવસમાં એક કે બે વાર લગાવો, ઈન્સટન્ટ રિઝલ્ટ મળશે.

આ પણ વાંચો : પૂર્વતૈયારી સાથેના હલકા-ફૂલકા નાસ્તા બનાવો બિસ્કિટ ટોપિંગ્સ અને મસાલા ઈડલી

આ પણ વાંચો :હેલ્દી રિલેશનશીપ રાખવા માટે જરૂરી છે આ ટિપ્સ, તમારો પાર્ટનર ક્યારે નહીં થાય દૂર

આ પણ વાંચો :શિયાળામાં ખજૂર ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ….

નોંધ:ઉપરોક્ત જાણકારી સર્વ સામાન્ય જાણકારી પર આધારિત છે. મંતવ્ય ન્યૂઝ આ વાતની પુષ્ટી નથી કરતું. ઉપયોગમાં લેતા પહેલા ડોક્ટર કે જાણકારની સલાહ લેવી જરૂરી છે.