ICC Women's World Cup/ પાકિસ્તાને 13 વર્ષ બાદ વર્લ્ડ કપમાં મેચ જીતી,ભારતીય ટીમને પણ થશે ફાયદો

વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું અને આ ટીમ સાત વિકેટે 89 રન જ બનાવી શકી. પાકિસ્તાને 18.5 ઓવરમાં બે વિકેટે 90 રન બનાવીને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું હતું.

Top Stories Sports
7 28 પાકિસ્તાને 13 વર્ષ બાદ વર્લ્ડ કપમાં મેચ જીતી,ભારતીય ટીમને પણ થશે ફાયદો

અનુભવી ઑફ-સ્પિનર ​​નિદા દારની શાનદાર બોલિંગ અને ઓપનર મુનીબા અલીની ઉપયોગી ઇનિંગ્સના કારણે પાકિસ્તાને સોમવારે અહીં હવામાન-વિનાશિત મેચમાં વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટે હરાવીને ICC મહિલા વર્લ્ડ કપમાં સતત 18 હાર બાદ પ્રથમ જીત નોંધાવી હતી. વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે મેચ 20 ઓવરની કરવામાં આવી હતી. પાકિસ્તાનની આ જીતે ભારતીય મહિલા ટીમની સેમિફાઇનલની જવાની આશાને જીવંત રાખી છે.મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું. 13 વર્ષમાં પાકિસ્તાનની આ પહેલી જીત છે. ભારતીય મહિલા ટીમને પણ આ જીતનો ઘણો ફાયદો થયો છે.

પાકિસ્તાને ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું અને આ ટીમ સાત વિકેટે 89 રન જ બનાવી શકી. પાકિસ્તાને 18.5 ઓવરમાં બે વિકેટે 90 રન બનાવીને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું હતું. 2009 બાદ મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ પ્રથમ જીત છે. છ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની આ ત્રીજી હાર છે પરંતુ તે હજુ છ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. પાકિસ્તાને સતત ચાર હાર બાદ પ્રથમ જીત નોંધાવી હતી પરંતુ તે હજુ પણ આઠમા અને છેલ્લા સ્થાને છે.

પાકિસ્તાનના ભૂતકાળના રેકોર્ડ પર નજર કરીએ તો, વેસ્ટ ઈન્ડિઝ આ મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચવાની નજીક આવે તેવી અપેક્ષા હતી, પરંતુ તેમના બેટ્સમેનોએ ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં તેમની વિકેટો ગુમાવી દીધી હતી, જેના કારણે તેમને આખરે નુકસાન વેઠવું પડ્યું હતું. પાકિસ્તાનની જીતના શિલ્પી ચોક્કસપણે 35 વર્ષીય નિદા દાર હતા, જેમણે ચાર ઓવરમાં 10 રન આપીને ચાર વિકેટ લીધી હતી અને વેસ્ટ ઈન્ડિઝને મોટો સ્કોર કરવા દીધો નહોતો. વેસ્ટ ઈન્ડિઝે સતત વિકેટ ગુમાવી હતી. તેમના માત્ર ત્રણ બેટ્સમેન ડીઆન્ડ્રા ડોટિન (27), કેપ્ટન સ્ટેફની ટેલર (18) અને એફી ફ્લેચર (અણનમ 12) બે આંકડા સુધી પહોંચી શક્યા.

પાકિસ્તાન માટે આ ટાર્ગેટ સુધી પહોંચવું આસાન નહોતું પરંતુ ઓપનર મુનીબા અલીએ 43 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 37 રન બનાવીને સારો પાયો નાખ્યો હતો જ્યારે કેપ્ટન બિસ્માહ મારૂફ (અણનમ 20) અને ઓમાઈમા સોહેલ (22 અણનમ) રન બનાવ્યા હતા. ત્રીજી વિકેટે 33 રનની અતૂટ ભાગીદારી ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી હતી. નિદા દારને મેચની સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી હતી.