મોટી જાહેરાત/ ઉત્તરપ્રદેશમાં આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી સરકાર બનશે તો….

ઉત્તર પ્રદેશમાં આમ આદમી પાર્ટીને લોકો પાસેથી પ્રેમ અને સન્માન મળી રહ્યું છે. આ બધુ અરવિંદ કેજરીવાલના ગુડ ગવનેંસનું પરિણામ છે

Top Stories
manish sisodiya ઉત્તરપ્રદેશમાં આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી સરકાર બનશે તો....

ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણને ધ્યાનમાં લઇને આમ આદમી પાર્ટીને મોટી જાહેરાત કરી છે. આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા એ કહ્યું કે જો યૂપીમાં AAP ની સરકાર બનેશે તો 24 કલાકની અંદર દરેક પરિવારને 300 યૂનિટ ફ્રી વિજળી આપવાનું શરૂ થઇ જશે.

લખનઉમાં પત્રકાર પરિષદ કરતાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એ પણ જાહેરાત કરી કે તમામ ખેડૂતોને કૃષિ કાર્યો માટે મફત વિજળી આપવામાં આવશે. સાથે જ લોકોના જૂના બાકી લેણાને માફ કરવામાં આવશે.  મનીષ સિસોદિયાએ કહ્યું કે આ અમે દિલ્હીમાં કરીને જોયું છે, હવે ઉત્તર પ્રદેશનો વારો છે.

તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ ની પ્રજા આ જોઇને આશ્વર્યમાં છે કે દિલ્હીના લોકોને મફતમાં વિજળી  કેવી રીતે મળે છે. હવે એ પણ દિલ્હીની જેમ યૂપીમાં ફ્રી વિજળી ઇચ્છે છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આમ આદમી પાર્ટીને લોકો પાસેથી પ્રેમ અને સન્માન મળી રહ્યું છે. આ બધુ અરવિંદ કેજરીવાલના ગુડ ગવનેંસનું પરિણામ છે

સિસોદિયા એ કહ્યું ‘કેજરીવાલજીનું માનવું છે કે 21મી સદીના ભારતમાં વિજળી  મૂળ અધિકારની વસ્તુ છે. પાયાગત જીંદગી માટે વિજળી આપવા માટે સરકારની મૂળ જવાબદારી છે. તમામ ખેડૂતો માટે વિજળી એકદમ મફત આપવામાં આવશે. વિજળીના કેસ અને બિલ માફ થશે.