હરાજી/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટની થશે હરાજી,જાણો વિગતો

સાંસ્કૃતિક મંત્રાલય શુક્રવારથી ભારત અને વિદેશમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટો અને સંભારણાઓની ઈ-હરાજી શરૂ કરી રહ્યું છે

Top Stories
ooo વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટની થશે હરાજી,જાણો વિગતો

સાંસ્કૃતિક મંત્રાલય શુક્રવારથી ભારત અને વિદેશમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટો અને સંભારણાઓની ઈ-હરાજી શરૂ કરી રહ્યું છે. હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે મિશન પર ખર્ચવામાં આવશે.

સાંસ્કૃતિક મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીને મળેલા સ્મૃતિચિત્રોમાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિકના ખેલાડીઓની રમત -ગમતની વસ્તુઓ,  રામ મંદિરની પ્રતિકૃતિ, ચારધામ, રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર (વારાણસી) નું મોડેલ, શિલ્પો, ચિત્રો, આંગાવસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે.આ તમામ વસ્તુઓની હરાજી કરવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એક વ્યક્તિ અથવા સંસ્થા વેબસાઇટ ‘pmmementos.gov.in’ (https://pmmementos.gov.in/) દ્વારા 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર, 2021 સુધી ઇ-હરાજીમાં ભાગ લઇ શકે છે. આ ઈ-હરાજીમાંથી મળેલા પૈસા ગંગાના સંરક્ષણ અને કાયાકલ્પ માટે નમામી ગંગે મિશનને આપવામાં આવશે.

આ અંતર્ગત પીએમ મોદીની શાલ, પાઘડી અને જેકેટ સહિત 2,700 થી વધુ યાદગાર વસ્તુઓની હરાજી કરવામાં આવી રહી છે. સાંસ્કૃતિ મંત્રીએ કહ્યું કે આ વસ્તુઓ માટે અલગ અલગ અનામત ભાવ રાખવામાં આવ્યા છે, જે 200 થી 2.5 લાખ રૂપિયાની રેન્જમાં છે. રસ ધરાવતા વ્યક્તિઓ આ ભેટો નેશનલ મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટ, જયપુર હાઉસ, દિલ્હી ખાતે સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી 3 ઓક્ટોબર 2019 સુધી જોઈ શકે છે.