જાહેરનામું/ ઉત્તરાયણ પર્વે પોલીસ જાહેરનામાનું ભંગ કર્યું છે તો ખેર નથી, કાયદેસરની કાર્યવાહી,ડ્રોનથી બાજ નજર

પોલીસ  કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો નાગરિકો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે

Top Stories Gujarat
AHEMDABAD POLICE ઉત્તરાયણ પર્વે પોલીસ જાહેરનામાનું ભંગ કર્યું છે તો ખેર નથી, કાયદેસરની કાર્યવાહી,ડ્રોનથી બાજ નજર

રાજ્યમા જે પ્રમાણે કોરનાના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને સરકારે કોરોનાના કેસ નિયંત્રણ માટે કમર કસી છે ,એમા પણ કોરોનાના સૈાથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે જેના અતર્ગત મકરસંક્રાતિ પર્વ પર શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ગાઇડલાઇનનો ભંગ કરશો તો તમારે જેલના સળીય પાછળ હશો.

અમદાવાદમાં ઉત્તરાયણના તહેવાર મામલે પોલીસ  કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો નાગરિકો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ડ્રોનથી નજર રાખવામાં આવશે.

જો  ધાબા પર ભીડ એકઠી થશે તો પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે અને જાહેરનામાનો ભંગ કરાતા કાર્યવાહી પણ થશે.આ સાથે ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ટુક્કલ ઉપર પણ પ્રતિબંધ છ ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ કરતા લોકો ઝડપાયા તો પોલીસ દ્વારા કાર્યવાહી થશે.ધાર્મિક લાગણી દુભાય તેવા સ્લોગન પતંગ પર લખી શકાશે નહી. ત્યારે 13 તારીખથી જ પોલીસ દ્વારા સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવશે. તેમજ જે તે સોસાયટીમાં કોરોના ગાઈડ લાઇનનું પાલન કરાવવાની જવાબદારી સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની રહેશે.ડીજે વગાડશો અને અવાજ પ્રદૂષણ ફેલાશે તો પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે.

અમદાવાદમાં ઉત્તરાયણ પર્વને લઈ પોલીસ વિભાગ એક્શનમાં છે. ઉત્તરાયણ પર્વે 11 ડીસીપી, 21 એસીપી, 63 પીઆઇ, 207 PSI અને 4 SRP કંપની સહિત 10 હજારથી વધુ પોલીસ તૈનાત રહેશે.તેમજ કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરનારા સામે પોલીસ કાર્યવાહી કરશે.