Not Set/ ટ્રેનમાં સફર કરી રહ્યા છો તો ચેતી જજો બાકી પછીથી થશે પસ્તાવો, આ છે ચોંકાવનારું કારણ

ટ્રેનમાં સફર કરો છો તો સતર્ક થઈ જજો,, કારણ કે એક એવા આરોપી ની રેલ્વે પોલીસ દ્વારા ધરપકડ કરવા માં આવી છે. જેની માનસિકતા સાંભળી ને તમને પણ ગુસ્સો આવી જશે.

Ahmedabad Gujarat
A 232 ટ્રેનમાં સફર કરી રહ્યા છો તો ચેતી જજો બાકી પછીથી થશે પસ્તાવો, આ છે ચોંકાવનારું કારણ

ટ્રેનમાં સફર કરો છો તો સતર્ક થઈ જજો,, કારણ કે એક એવા આરોપી ની રેલ્વે પોલીસ દ્વારા ધરપકડ કરવા માં આવી છે. જેની માનસિકતા સાંભળી ને તમને પણ ગુસ્સો આવી જશે. મુંબઇ થી ઉપડતી બાંદ્રા ભગત કોઠી ટ્રેન માં ગત 16 માર્ચ ના રોજ ટોયલેટ માંથી એક સ્પાય કેમેરા મળી આવ્યો હતો. જે કેમેરો રેલ્વે ના કર્મચારીએ જ મુક્યો હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે.

રેલ્વે મા મુસાફરી મહિલાઓ માટે હવે સુરક્ષીત નથી રહી.કિમતી માલસામાનની ચોરી ની ઘટનાઓ તો સામાન્ય બની છે. પરંતુ રેલ્વેના ટોયલેટમાથી એક સ્પાય કેમેરો મળી આવ્યો છે. જે અંગે રેલ્વે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આરોપી જહીરુદ્દીન સરવર હુશેન શેખની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કોમ્યુટર નો જાણકાર હોવાનું સામે આવ્યું છે. આરોપી એ સાયન્સ નો અભ્યાસ કર્યો છે. અને તેણે પાવર બેન્કની સાથે સ્પાય કેમ સેટ કર્યો હતો. જે મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

A 233 ટ્રેનમાં સફર કરી રહ્યા છો તો ચેતી જજો બાકી પછીથી થશે પસ્તાવો, આ છે ચોંકાવનારું કારણ

આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે કે મૂળ up નો રહેવાસી છે. અને છેલ્લા 15 વર્ષ થી મુંબઈ માં રહે છે. આરોપી ટ્રેન માં હાઉસ કિપિંગ સુપરવાઈઝર છે. સ્પાય કેમના વાયર ના દેખાય તે માટે ડસ્ટબિન ખોલી તેની અંદર થી વાયર નાખી દીધા હતા.જોકે 16 માર્ચ ના રોજ અભિષેક નામના એક એરફોર્સના અધિકારીના ધ્યાનમાં આ કેમેરો આવ્યો હતો.અને તેણે રેલ્વેના ટીસી તથા રેલ્વે પોલીસને જાણ કરતા આરોપી ઝડપાયો હતો.

મહત્વનુ છે કે, આરોપીએ એક કેમેરામાં 3-4 કલાકનુ રેકોર્ડીંગ કરતો હતો. તે રેકોર્ડિંગ ક્યા ઉપયોગમા લેવાતુ હતુ કે પછી અન્ય કોઈ સાઈટ પર અપલોડ કરવામાં આવતુ હતુ. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.