Not Set/ દિવાળીમાં ફટાકડા ફોડતા જો બળી જાઓ તો કરો આ ઉપાય, મળશે આરામ

દિવાળીનો તહેવાર નજીક આવતા જ નાના બાળકો શેરીઓમાં ફટાકડા ફોડતા જોવા મળે છે. ના પાડવા છતાં ઘણા બાળકો ફટાકડા છોડવાનું બંધ કરતા નથી. કેટલાક તો ફટાકડા તેમના ઘરે જ છોડી દે છે. તેનાથી બળી જવાનો ભય હંમેશા રહે છે. આ તહેવાર દરમિયાન, દરેકે બાળકોને કેન્દ્રિત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેમને ફટાકડા ફોડવાથી અટકાવવા જોઈએ. […]

Health & Fitness
Burn in Diwali દિવાળીમાં ફટાકડા ફોડતા જો બળી જાઓ તો કરો આ ઉપાય, મળશે આરામ

દિવાળીનો તહેવાર નજીક આવતા જ નાના બાળકો શેરીઓમાં ફટાકડા ફોડતા જોવા મળે છે. ના પાડવા છતાં ઘણા બાળકો ફટાકડા છોડવાનું બંધ કરતા નથી. કેટલાક તો ફટાકડા તેમના ઘરે જ છોડી દે છે. તેનાથી બળી જવાનો ભય હંમેશા રહે છે. આ તહેવાર દરમિયાન, દરેકે બાળકોને કેન્દ્રિત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેમને ફટાકડા ફોડવાથી અટકાવવા જોઈએ. પરંતુ કેટલીકવાર તેવુ કરવું શક્ય નથી. જો કે ગમે તેટલી સાવચેતી રાખવામાં આવે, કેટલીકવાર બાળકોનાં હાથ અને પગ બળી જતા જોવા મળ્યા છે. બળવાની ગંભીરતા અલગ-અલગ હોય છે. વધુ પડતા બળે તેવા કિસ્સામાં હોસ્પિટલમાં જવા સિવાય કોઈ વિકલ્પ નથી, પરંતુ સામાન્ય બર્નને ઘરેલુ ઉપાય દ્વારા જ મટાડવામાં આવે છે. જાણો સામાન્ય બર્ન પછી શું કરવું.

Firre દિવાળીમાં ફટાકડા ફોડતા જો બળી જાઓ તો કરો આ ઉપાય, મળશે આરામ

પટ્ટી બાંધો

જો વધારે બર્ન થઈ ગયુ હોય, તો એન્ટિબાયોટિક ક્રીમ લગાવ્યા પછી કોટનની પટ્ટી બાંધી દો. ધ્યાન રાખો કે પાટો ફીટ ન બંધાઇ જાય. પાટો બાંધવાથી ત્વચા સુરક્ષિત રહે છે અને તેના પર કોઈ ફોલ્લાઓ નથી થતા.

ફોલ્લાઓ થાય ત્યારે તેના પર લગાવો ક્રીમ

જ્યારે તમે બળી ગયા છો ત્યારે ફોલ્લો બન્યો હોય, તો તેને ફોડશો નહી. ફોલ્લો ચેપ અટકાવે છે. જો ફોલ્લો આપમેળે ફૂટી જાય છે, તો ત્યાં એન્ટીબાયોટીક ક્રીમ લગાવો. અગાઉથી ઘરે એન્ટિબાયોટિક ક્રીમ ખરીદીને રાખો. આ તહેવારમાં તેની જરૂર તમને પડી શકે છે.

એલોવેરાનું મોઇશ્ચરાઇઝર લગાવો

ઠંડા પાણીથી શેક કર્યા પછી, એલોવેરા મોઇશ્ચરાઇઝરને બર્નિંગ એરિયા પર લગાવો. તે ખૂબ રાહત આપે છે અને ઘા વધતો નથી. દિવસમાં બેથી ત્રણ વખત તેનો ઉપયોગ કરો.

ઠંડો શેક કરવો

બળી ગયેલી જગ્યાએ ઠંડુ પાણી નાખો. જ્યાં સુધી તમને આરામદાયક ન લાગે ત્યાં સુધી પાણી નાખતા રહો. બળી ગયા બાદ ફોલ્લાઓ થઇ જતા હોય છે. પાણી ત્યા સુધી નાખો જ્યા સુધી આરામનો અનુભવ ન થાય. જ્યારે બળી ગયાનાં તુરંત બાદ ત્યા ઠંડુ પાણી નાખવામાં આવે અથવા બળી ગયેલો ભાગ પાણીમાં ડુબાડીને રાખવામાં આવે ત્યારે ફોલ્લાઓ થવાની સંભાવના નહીવત થઇ જશે અને આરામનો અનુભવ પણ થશે.

દર્દિનિવારક દવાઓ

કેટલીક વખત બર્ન જગ્યા પર પીડા વધુ હોય છે. આવી સ્થિતિમાં, ઘરે થોડી દર્દનિવારક દવા લાઇને રાખો. આઇબ્યુપ્રોફેન, નેપ્રોક્સેન સોડિયમ અને એસિટમિનોફેનનો ઉપયોગ ઓછી માત્રામાં થઈ શકે છે. જો જરૂરી હોય તો, તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

જો કે દિવાળીનો સમય એવો છે કે લોકો આ બધી બાબતે કોઇ ખાસ ધ્યાન આપતા નથી પરંતુ ઘણી વાર તમારા દ્વારા રાખવામા આવતી થોડી સાવધાની પણ તમને મુશ્કેલીમાં મોટી રાહત આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.