Warning/ જો તમારા ઘરે પણ WiFI છે તો થઈ જાઓ સાવધાન…

કોઈપણ ઓનલાઈન કામ એક ચપટીમાં પૂર્ણ થઈ જાય છે. સારી સ્પીડ આજકાલ આપણને ખૂબ જ પસંદ આવે છે, જેના કારણે ઘરમાં WiFi રાઉટર્સ ઈન્સ્ટોલ થવા લાગ્યા…

Trending Tech & Auto
If you have Wifi in your house then be careful

WiFiની સુવિધાએ આપણને દુનિયા સાથે જોડાવા માટેની સગવડતા વધારી છે, ઝડપી સ્પીડના કારણે આપણે આપણા પ્રિયજનો સાથે જોડાઈ શકીએ છીએ, સાથે સાથે કોઈપણ ઓનલાઈન કામ એક ચપટીમાં પૂર્ણ થઈ જાય છે. સારી સ્પીડ આજકાલ આપણને ખૂબ જ પસંદ આવે છે, જેના કારણે ઘરમાં WiFi રાઉટર્સ ઈન્સ્ટોલ થવા લાગ્યા છે.

એકવાર તમારા ઘરમાં Wifi ઇન્સ્ટોલ થઈ જાય તો સૌથી પહેલા તેનો પાસવર્ડ બદલો. કંપની દ્વારા સેટ કરવામાં આવેલ પાસવર્ડ ખૂબ જ બેઝિક અને સરળ હોય છે અને આવી સ્થિતિમાં Wifi સેટઅપ બાદ તમારે વધારે સિક્યોર પાસવર્ડ સેટ કરવો જોઈએ જે સરળતાથી હેક ન થઈ શકે.

હેકિંગ અને વાયરસથી બચવા માટે પાસવર્ડની સાથે તમારા નેટવર્કનું નામ પણ બદલવું જોઈએ. નેટવર્કને એકદમ નવું નામ આપો. કેટલાક અહેવાલો એમ પણ કહે છે કે ડિફોલ્ટ સેટિંગ્સને કારણે કેટલીકવાર તમારું Wifi રાઉટર હાર્ડ ડ્રાઇવને ઇન્ટરનેટથી કનેક્ટ થવા દે છે. તેને રિમોટ એક્સેસ પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વાઈફાઈના સેટિંગમાં જઈને રિમોટ એક્સેસ બંધ કરી દો કારણ કે આ વાયરસ એટેકનું મોટું કારણ બને છે.

જેમ તમે સમયાંતરે તમારા સ્માર્ટફોનના સોફ્ટવેરને અપડેટ કરો છો તેમ તમારે તમારા Wifi રાઉટરની ઓપરેટિંગ સિસ્ટમને પણ અપડેટ કરવાની જરૂર છે. જો તમે ઈચ્છો છો તો તમે ઓટોમેટિક અપડેટ્સનો વિકલ્પ પણ ચાલુ કરી શકશો. જરૂરી નથી કે તમે હંમેશા તમારું Wifi ચાલુ રાખો. જ્યારે તમને ઈન્ટરનેટની જરૂર ન હોય, જ્યારે તમે સૂઈ રહ્યા હોવ અથવા જ્યારે તમે ઘરની બહાર હોવ ત્યારે તમારું Wifi બંધ કરવાનું ભૂલશો નહીં. આ રીતે તમે હેકર્સ અને વાયરસના હુમલાથી પણ સુરક્ષિત રહી શકો છો.

આ પણ વાંચો: Political / રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય, જાણો ઓફરને નકારવાનું કારણ?

આ પણ વાંચો: Blast / કરાચી યુનિવર્સિટી કેમ્પસમાં વિસ્ફોટ, 3 ચીની નાગરિકો સહિત 4ના મોત