Covid-19/ જો જો સાચવજો, સુરતની શાળાઓમાં કોરોનાએ મચાવ્યું તાંડવ

દેશમાં કોરોનાનો નવો સ્ટ્રેન હવે જોર પકડી રહ્યો છે. રોજ કોરોનાનાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે.

Gujarat Surat
ગરમી 43 જો જો સાચવજો, સુરતની શાળાઓમાં કોરોનાએ મચાવ્યું તાંડવ
  • સુરતમાં શાળાઓમાં કોરોના સંક્રમણ વધ્યું
  • વાલીઓની શાળાઓ બંધ કરવા રજૂઆત
  • કોરોનાનું સંક્રમણ વધતા વાલી મંડળની રજુઆત
  • સંક્રમણ વધતા શાળાઓ બંધ કરવા કરી રજુઆત
  • વાલી મંડળ દ્વારા ડીઈઓને લેખિતમાં કરી રજુઆત

દેશમાં કોરોનાનો નવો સ્ટ્રેન હવે જોર પકડી રહ્યો છે. રોજ કોરોનાનાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ બાદ હવે સૌથી વધુ સુરત શહેર કોરોનાનાં ભરડામાં દેખાઇ રહ્યુ છે.

એલર્ટ / મહારાષ્ટ્રમાં કોરોનાનો આંક જાણે કહી રહ્યો છે- ‘ડરના જરૂરી હૈ!’

રાજ્યમાં સુરત શહેર હાલમાં કોરોનાનાં કારણે સૌથી વધુ ચર્ચામાં આવી ગયુ છે. અહી ખાસ કરીને શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. જો કે હવે શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા વાલીઓએ શાળાઓ બંધ કરવાની રજૂઆત કરવાની શરૂ કરી દીધી છે. કોરોના વધતા વાાલી મંડળ દ્વારા DEO ને લેખિતમાં શાળાઓ બંધ કરવા રજૂઆત કરવામાં આવી છે.

કોરોના કહેર: ગુજરાતમાં કોરોના કાબુ બહાર, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાવાયરસ રોગચાળનું સંકટ ઝડપથી વધી રહ્યું છે. રસીકરણની વચ્ચે રોગચાળાએ સરકારની ચિંતા વધારી દીધી છે. દરરોજ રેકોર્ડ સ્તર પર નવા આંકડાઓ બહાર આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર નવા કેસ નવા કેસ નોંધાયા છે. જ્યારે એકલાં મહારાષ્ટ્રમાં જ 15,800 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન અનેક દર્દીઓના મોત પણ થયા. એક મહિના પછી મુંબઇમાં 1600 થી વધુ નવા રોગચાળાના કેસ નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1,646 નવા કેસ નોંધાયા છે. તમને જણાવી દઇએ કે 10 માર્ચે મુંબઇમાં દરરોજના કેસમાં  1500નો આંક વટાવી ગયો હતો. તે દિવસે 1539 નવા કેસ નોંધાયા હતા. આજે આંકડામાં ઉછાળો જોવા મળ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ