Viral Video/ હસી હસીને લોટપોટ થવું હોય, તો જુઓ આ કુંવારા ભાઈને મુકેલો લગ્નનો પ્રસ્તાવ

એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે હસવાનું રોકી નહીં શકો. એક કુંવારા ભાઈ સોશિયલ મીડિયા પર લગ્નનો…

Videos
કુંવારા ભાઈ

આપણે બધાએ મેટ્રમોનિયલ એડ ઘણી વાંચી હશે. કેટલાક ખૂબ જ અલગ હોય છે, જ્યારે કેટલાક રમુજી પણ હોય છે. પરંતુ જેમ જેમ સોશિયલ મીડિયા વધતું જાય છે, તેમ તેમ મેટ્રમોનિયલ એડની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. જ્યાં પહેલા આપણે સમાચારપત્રમાં મેટ્રમોનિયલ એડ વાંચતા હતા, હવે તે વીડિયોમાં દેખાવા લાગ્યા છે. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે હસવાનું રોકી નહીં શકો. એક કુંવારા ભાઈ સોશિયલ મીડિયા પર લગ્નનો પસ્તાવ મુક્યો છે.

આ પણ વાંચો :બચપન કા પ્યાર બાદ સહદેવનો ડાન્સ વીડિયો વાયરલ, આ સોંગ પર લગાવ્યા ઠુમકા

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને ઉદ્યોગપતિ હર્ષ ગોયનકાએ પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. આ વીડિયો શેર કરતી વખતે તેમણે એક રમુજી કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું કે ‘તે યોગ્ય કન્યાની શોધમાં છે, કૃપા કરીને અરજી કરો.’

આ વાયરલ વીડિયોએ ઇન્ટરનેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. આ વીડિયોની ઉપર એક લાઈન લખેલી છે, જેના પર Best Marriage Proposal Ever લખેલું છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કુંવારા ભાઈ તેની પ્રોફાઇલ અને અભ્યાસ વિશે ખૂબ જ અનોખી રીતે કહેતો જોવા મળે છે. આગળ તે માણસ કહે છે કે તેને કેવા પ્રકારની કન્યા જોઈએ છે. આ જાણવા માટે પહેલા આ વીડિયો જુઓ …

આ પણ વાંચો :પાપા ની પરી એ ચલાવી એવી સ્કૂટી કે લોકો બોલ્યા – પાપા ની પરી જમીન પર પડી

આ વીડિયો ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો પર ઉગ્ર ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝરે “ગોયનકાને પૂછ્યું, સાહેબ, શું તમે એક અલગ ટીમની નિમણૂક કરી છે, જે તમારા માટે આવા રમુજી ટ્વીટ્સ શોધવાનું કામ કરે છે. ગોયનકાએ પણ ના કહીને જવાબ આપ્યો, આ વીડિયોમાં દેખાતા માણસે આ પોસ્ટ પર કોમેન્ટ પણ કરી છે, તેણે લખ્યું છે કે મારો વીડિયો શેર કરવા બદલ આભાર સર. લગ્ન કર્યા છે અને હું અતિ ખુશ છું …

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો ખૂબ જ મજા માણી રહ્યા છે. આ વિડીયોમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ લગ્ન પ્રસ્તાવનો છે. આ વીડિયો જોયા બાદ લોકો અલગ અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો :આફ્રિકન દુલ્હને વરઘોડામાં કર્યો એવો ડાન્સ કે જોતા રહી ગયા જાનૈયાઓ