Viral Video/ અચાનક મગરોની વચ્ચે કૂદી પડ્યો આ યુવક, પછી જે થયું તે જોઈને તમારા રુવાંટા ઊભા થઈ જશે

ઘણા લોકો નદી, સમુદ્ર, તળાવમાં જતા નથી કારણ કે તેઓ મગરથી ખૂબ ડરતા હોય છે. પરંતુ, આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ બધું જ જાણીને મગરોની વચ્ચે પહોંચી જાય છે.

Trending Videos
મગરોની

જે રીતે સિંહને ‘જંગલનો રાજા’ કહેવામાં આવે છે, તેવી જ રીતે મગરને ‘સમુદ્રનો સિકંદર’ કહેવામાં આવે છે. માણસ હોય કે જાનવર, તે બંનેથી હંમેશા દૂર રહે છે. કારણ કે, બંને આંખના પલકારામાં શિકાર પર તૂટીપડે છે. ક્યારેક એવું પણ કહેવાય છે કે પાણીમાં રહીને મગરથી દુશ્મની ન કરવી જોઈએ. આજ સુધી તમે આવા ઘણા વીડિયો જોયા જ હશે, જેમાં મગર કેવી રીતે માણસનો શિકાર કરે છે. ક્યારેક મગર સિંહને પણ પોતાનો શિકાર બનાવી લે છે. પરંતુ, એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક માણસ જાણીજોઈને મગરોની વચ્ચે કૂદી પડે છે, પછી જે થાય છે તે જોઈને ચોક્કસ તમારા રુવાંટા ઊભા થઈ જશે.

ઘણા લોકો નદી, સમુદ્ર, તળાવમાં જતા નથી કારણ કે તેઓ મગરથી ખૂબ ડરતા હોય છે. પરંતુ, આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ બધું જ જાણીને મગરોની વચ્ચે પહોંચી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તળાવમાં ડઝનબંધ મગર દેખાઈ રહ્યા છે. એક માણસ ડર્યા વગર એ તળાવમાં કૂદી પડે છે. જેવો માણસ તળાવમાં ઉતરે છે કે તરત જ મગરો તેની તરફ ઝડપથી આગળ વધે છે, પરંતુ તે વ્યક્તિ મગરને તેના હાથમાં ઉપાડે છે અને પછી તેને બીજી બાજુ ફેંકી દે છે. વ્યક્તિની સ્ટાઈલ જોઈને એવું લાગે છે કે તે મગરોની વચ્ચે રમવા માટે પહોંચી ગયો છે.

જુઓ વીડિયો…

https://www.instagram.com/reel/Ca-lprjhf0Z/?utm_source=ig_web_copy_link

વીડિયો જોઈને તમે વિચારતા જ હશો કે શું આ કોઈ માણસ છે? જીવ જોખમમાં મુકીને તે મગર સાથે કેવી મજા માણી રહ્યો છે. આ ખતરનાક વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘memewalanews’ નામથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, તો કેટલાકનું કહેવું છે કે એવું લાગે છે કે તે મગરોનો ટ્રેનર છે.

આ પણ વાંચો :રંગ લગાવવાના ચક્કરમાં પતિ ઉપર પડી અંકિત લોખંડે, લગ્ન બાદ રોમેન્ટિક હોળી

આ પણ વાંચો : ચિરંજીવીની ‘ગોડફાધર’થી સાઉથમાં ડેબ્યૂ કરશે સલમાન ખાન, આવો હશે ફિલ્મમાં રોલ 

આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીની માતા સુનંદા વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જાહેર, બિઝનેસમેને લગાવ્યો આ આરોપ 

આ પણ વાંચો :‘કાશ્મીર ફાઈલ’ સંઘ પરિવારે નફરત પેદા કરવા માટે બનાવી હતી? આ જવાબ વિવેકે આપ્યો