Good Parenting/ તમારા બાળકો વધુ પડતી ‘શરારત’ કરતા હોય, તો આ રીતે તેમને કાબૂમાં રાખો

યુનિસેફ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો માતા-પિતા તેમના બાળકો માટે સમય કાઢતા નથી અને તેમની સમસ્યાઓ સાંભળતા નથી તો……..

Relationships Trending
Beginners guide to 2024 03 29T152502.059 તમારા બાળકો વધુ પડતી 'શરારત' કરતા હોય, તો આ રીતે તેમને કાબૂમાં રાખો

પરિવારમાં બધા માતાપિતા ઇચ્છતાં હોય છે કે તેમનો બાળક મોટો થઈને જીવનમાં પ્રગતિ કરે. પરંતુ ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે બાળક પર પૂરેપૂરું ધ્યાન આપવા છતાં બાળક ઘણી વાર વધુ પડતો ગુસ્સો કરતો હોય છે અથવા લોકો સાથે ખરાબ રીતે વાત કરે છે. બાળકોનો આવો સ્વભાવ માત્ર સામાજિક સંબંધોને અવરોધે છે, પરંતુ તે બાળકના વિકાસ પર નકારાત્મક અસર કરે છે. જો તમારો બાળકમાં પણ વધુ પડતી શરારત જોવા મળી રહ્યી છે, તો તેને ઠપકો આપવાને બદલે શાંત રહો અને આ ટિપ્સ આજમાવો ચાલો તમને જાણાવીએ આવા બાળકોને સુધારવા માટે માતા-પિતાએ કઈ પદ્ધતિઓ અપનાવવી જોઈએ.

બાળકના આવા વર્તનનું કારણ સમજો
જો તમને લાગે છે કે તમારું બાળક અચાનક જ લોકો સાથે કે પછી તમારી સાથે પણ ખરાબ વર્તન કરી રહ્યું છે, તો પહેલા તેના આવું ખરાબ વર્તન કરવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માટે બાળકને જોડે બેસાડીને પૂછો કે શાળામાં શિક્ષક કે તેના કોઈ ક્લાસમેટ કંઈ કહ્યું છે. કદાચ આ પ્રશ્ન પરથી તમને ખબર પડશે કે બાળકના આવા વર્તન થવા પાછળનું સાચું કારણ શું છે. આમ કરવાથી તમે તેના વર્તનમાં સરળતાથી સુધારો કરી શકશો.

WhatsApp Image 2024 03 29 at 1.10.54 PM તમારા બાળકો વધુ પડતી 'શરારત' કરતા હોય, તો આ રીતે તેમને કાબૂમાં રાખો

તેના મિત્રો પર પણ ધ્યાન આપો
માતાપિતાને પોતાના બાળકોના મિત્રો કોણ છે તેની ચોક્કસ ખબર હોવી જોઈએ સાથે જ તેનું ગ્રુપ સર્કલ કેવું છે તેની સંપૂર્ણ ખબર હોવી જોઈએ. આ વાત યાદ રાખો કે બાળકના મિત્રોના વર્તનની અસર બાળકના સ્વભાવ પર પણ પડી શકે છે.

બાળકોને સમય આપો
કેટલીકવાર તમારો બાળક તમારી વાત નથી સાંભળતું કારણ કે તે થાકેલું અથવા ગુસ્સે હોય છે. આવી સ્થિતિમાં તેની સમસ્યા સમજવાનો પ્રયાસ કરો અને તેમને થોડો સમય આપો. આવા સમય દરમિયાન જ્યારે તમારો મૂડ સારો હોય ત્યારે તેમની સાથે દુર્વ્યવહાર કરવાને બદલે તેમને પ્રેમથી સમજાવો કે માતા-પિતા તેમની પાસેથી શું ઈચ્છે છે. જો તમે આ કરો છો, તો બાળક ખરાબ વર્તન કરવાનું ટાળશે.

જેવી ભૂલ, તેવી જ સજા 

બાળકને તેની ભૂલો પ્રમાણે સજા આપો. ઘણી વખત માતા-પિતા નાની-નાની ભૂલો પર પણ વધુ પડતો ગુસ્સો કરતા હોય છે, બાળકને સજા આપવા લાગે છે. ત્યારે આવું ન કરો, તમારા આમ કરવાથી બાળકનો આત્મવિશ્વાસ નબળો થશે અને તે તમારી સાથે ખરાબ વર્તન કરી શકે છે.

યુનિસેફ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો માતા-પિતા તેમના બાળકો માટે સમય કાઢતા નથી અને તેમની સમસ્યાઓ સાંભળતા નથી તો આવા બાળકો તેમના માતા-પિતા અથવા અન્ય લોકો સાથે ખરાબ વર્તન કરવા લાગે છે અને જિદ્દી બની જાય છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાથી બચવા માટે, ટીવી અને મોબાઇલ બંધ કરો અને તમારા બાળક માટે વ્યક્તિગત સમય કાઢો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક