ASSAM/ આઈએસઆઈએસમાં ભરતી થવા જતા આઈઆઈટીના વિદ્યાર્થીની ધરપકડ

આસામ પોલીસે વિદ્યાર્થીની પુછપરછ હાથ ધરી

India Top Stories
Beginners guide to 65 3 આઈએસઆઈએસમાં ભરતી થવા જતા આઈઆઈટીના વિદ્યાર્થીની ધરપકડ

 Assam News : આસામમાં બાયોટેકનોલોજીમાં ચોથા વર્ષમાં ભણતા એક વિદ્યાર્થીએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ઈમેલ દ્વારા દાવો કર્યો હતો કે તે આતંકવાદી સંગઠ્ઠનમાં સામેલ થવા જઈ રહ્યો છે.

આસામના ગુવાહાટી સ્થિત આઈઆઈટી કોલેજમાં ભણતા આ વિદ્યાર્થીના ઈમેલ બાદ પોલીસે તપાસ કરીને વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. આસામ પોલીસના વડા ડીપી સિંહે શનિવારે એક્સ પોસ્ટ પર માહિતી આપી હતી કે આઈએસઆઈએસમાં સામેલ થવા જઈ રહેલા વિદ્યાર્થીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

બાયોટેક્નોલોજીના વિદ્યાર્થી તૌસીફ અલી ફારૂખીએ ઈમેલ પર દાવો કર્યો હતો કે તે આતંકવાદી સંગઠ્ઠનમાં જોડાવા માટે જઈ રહ્યો છ. આસામ પોલીસના સુત્રોનાં જણાવ્યા મુજબ દિલ્હીના ઓખલામાં રહેતો આ વિદ્યાર્થી લિંક્ડ્ઈન પર પોતાના નિર્ણયનું કારણ બતાવતા એક ખુલ્લો પત્ર લખ્યો હતો. ત્યારબાદ તેની વિરૂધ્ધ લુક આઉટ એલર્ટ ઈશ્યુ કરાયો હતો. જેમાં તે ગુવાહાટીથી અંદાજે 30 કિમી દૂર કામરૂપ જીલ્લામાં હાજોમાં મળી આવ્યો હતો. પોલીસે તેને પુછપરછ માટે અડકમાં લીધો હતો.

આસામ એસટીએફના અધિકારી કલ્યાણકુમાર પાઠકે કહ્યું હતું કે અમને આઈએસઆઈએસ સાથે એક વિદ્યાર્થી જોડાયો હોવાની માહિતી મળી હતી. બાદમાં પોલીસે તેના ઠેકાણાઓ પર તપાસ કરી હતી. ઉપરાંત તપાસ માટે આઈઆઈટી-ગુવાહાટી અધિકારીઓનો સંપર્ક કર્યો હતો.જેમાં આ વિદ્યાર્થી બપોરતી લાપતા હોવાનું જણાયું હતું. તેનો મોબાઈલ બંધ હતો. જોકે તેને ઝડપી લેવાયો હતો. તેના રૂમની તપાસ કરતા તેમાંથી એક કાળો ઝંડો પણ મળ્યો હતો. જે આઈએસઆઈએસ જેવો હતો. તેને એસટીએફની ઓફિસે લાવીને પુછપરછ કરાઈ હતી. અમે તેના સામાનની પણ તપાસ કરી રહ્યા છીએ. હાલમાં કંઈ પણ કહેવું વહેલું ગણાશે, એમ તેમણે કહ્યું હતું. તેના ઈમેલ મોકલવાના ઈરાદા અંગે તપાસ ચાલી રહી છે.

આ બનાવના થોડા દિવસ પહેલા જ બાંગ્લાદેશ બોર્ડર પરથી આઈએસઆઈએસ ઈન્ડીયાના પ્રમુખ હારીસ ફારૂકીની ધરપકડ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….