surat news/ સુરત અરિહંત એકેડેમીમાં ગેરકાયદે બાંધકામને સીલ મરાયું

સુરતમાં અરિહંત એકેડેમીમાં ગેરકાયદેસરના બાંધકામને સીલ મારવામાં આવ્યું છે. લિંબાયત ઝોનમાં અરિહંત એકેડેમી આવેલી છે. એકેડેમીએ ત્રીજો-ચોછો માળ ગેરકાયદેસર બાંધ્યો છે.  ભાજપના શિક્ષણ સમિતિના સભ્યની આ એકેડેમી સીલ કરવામાં આવી છે.

Gujarat Surat Breaking News
Beginners guide to 94 1 સુરત અરિહંત એકેડેમીમાં ગેરકાયદે બાંધકામને સીલ મરાયું

Surat News: સુરતમાં અરિહંત એકેડેમીમાં ગેરકાયદેસરના બાંધકામને સીલ મારવામાં આવ્યું છે. લિંબાયત ઝોનમાં અરિહંત એકેડેમી આવેલી છે. એકેડેમીએ ત્રીજો-ચોછો માળ ગેરકાયદેસર બાંધ્યો છે.  ભાજપના શિક્ષણ સમિતિના સભ્યની આ એકેડેમી સીલ કરવામાં આવી છે.

આ એકેડેમીનો ત્રીજો અને ચોથો માળ ગેરકાયદેસર હતો અને તેને સીલ મારવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીલ મારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં અગાઉ તક્ષશિલા કાંડ જેવી ઘટના બની ચૂકી છે. તેમા વિદ્યાર્થીઓના મોત થયા હતા. તેના પગલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્યુશન ક્લાસ અને એકેેડેમીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના ગેરકાયદેસરના બાંધકામ પર ચાંપતી નજર રાખે છે.

તક્ષશિલા કાંડના મૃતકોને હજી પણ ન્યાય મળ્યો નથી ત્યારે ફરીથી આ પ્રકારની ઘટના ન બને તે જોવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ છે. તેથી જ શૈક્ષણિક સંસ્થાઓના ગેરકાયદેસરના બાંધકામોને લઈને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હવે આકરો અભિગમ અપનાવી રહ્યુ છે. સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પણ આ અંગે કડક વલણ ધરાવે છે. તેથી તે ગેરકાયદેસરના બાંધકામોને લઈને વારંવાર આ પ્રકારની ડ્રાઇવ કરતાં રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ LG હોસ્પિટલમાં મહિલા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

આ પણ વાંચો: મહેસાણાના વિસનગરમાં વેપારીએ બેન્કને ચૂનો લગાવ્યો

આ પણ વાંચો: રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRF ટીમ એલર્ટ